રીપોર્ટ,તસ્વીર -જયંતી મેતીયા
માગશર સુદ ૧૧ ને શુક્રવારના રોજ પાલનપુરના માલણ ગામે ગીતા જયંતી મહોત્સવ રાધાકૃષ્ણ મંદિર મુકામે સર્વ ભાવિક ગ્રામજનો સાથે યોજાયો હતો. મહારાજ હરીદાસ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. પ્રથમ મંગલાચરણ, ગીતાજીનું સનાતન ધર્મમાં સ્થાન, સનાતન રાષ્ટ્રનો પ્રાણ, ગીતાજીથી આત્મ કલ્યાણનો ઉદ્ધાર, ઉપસ્થિત ભાવિકજનો દ્વારા ગીતાજીનું વારસાગત પેઢીનું કર્મસ્થાન ઉપર સુંદર રીતે વાણી પ્રવાહ થયો હતો. વિશેષમાં નવીનચંદ્ર ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ગીતાજીનું પૂજન અને આરતી કરી પ્રસાદ વહેંચણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના આગેવાન હિરજીભાઈ જેગોડા તેમજ નિકુંજભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતા.