symbolic image

રાજ્યભરમાં ખનન માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી સરકારી તીજોરીને નુકશાન પહોચાડવાનુ થઈ રહ્યુ છે. જેમાં અમુકવાર ખનીજ વિભાગના ડીપાર્ટમેન્ટ દ્વારા આવા લોકોને બાતમી અથવા પેટ્રોલીંગ દરમ્યાન રોકી તેમની અટકાયત કરવામાં આવતી હોય છે. મહેસાણા જીલ્લામાં અનેક વાર આવા ખનન માફીયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતા તેઓ અધિકારીઓ અને કાનુન ઘોળીને પી ગયા હોય તેમ ગેરકાયદેસર રીતે રેતીનુ ખનન નુ ચાલુ જ રાખતા આવ્યા છે. આવી રીતે સરકારની પરમીશન વગર મહેસાણાના લક્ષ્મીપુરા ગામની સીમ ગૌચર જમીનમાં રેતીનુ ખોદકામ કરતા ઈસમો પકડાયા છે. જેમને કુલ 19.99 લાખ રૂપીયાની રેતી ચોરી કર્યાનો ગુનો સામે આવ્યો છે.

આ પણ વાંચો – વિજાપુરની સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેતીનુ ખનન કરતી ગેેંગ ઝડપાઈ, 14 લાખનો દંડ

મહેસાણાના  ભુસ્તરશાસ્ત્રીની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીઓએ જીલ્લાના લક્ષ્મણપુરા ગામની સીમમાં ગૌચર જમીનમાં સરકારની પરમીશન વગર ખોદકામ કરી રેતીની ચોરી કરતા ઈસમનો ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે. જેમા તેમની પાસ રેતી ભરવા માટેનુ ડમ્પર,તથા જે મશીનથી રેતીને ખોદવામાં આવતી હતી તે હીટાચીનુ મશીનને કબ્જામાં લઈ પટેલ જનકકુમાર જયપ્રકાશ નામના આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામમાં સામેલ અન્ય લોકોના નામઠામ જાણવા મળેલ નથી. ગેરકાયદેસર રીતે સરકારની જાણ બહાર રૂ. 14.18139/- રૂપીયાની રેતી સહીત ડીએમએફની રકમ કુલ 19,99,576/- રૂપીયાની રેતી ચોરી કર્યા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પટેલ જનકકુમાર જયપ્રકાશ વિરૂધ્ધ  ઈ.પી.કો કલમ.379,114 તથા માઇલ્સ અને મીનરલ (ડેવપલમેલ એન્ડ રેગ્યુલેશન) એક્ટ  કલમ.4(1) તથા 4(1)એ તથા ગુજરાત ખનીજ નિયમો-૨૦૦૫ ની ક.3,4,5 તથા ગુજરાત ગૌણ ખનીજ છુટ છાટ નિયમ -2010 ના નિયમ-4 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: