ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે રિદ્ધિ, સિદ્ધિ યશ અને સમૃદ્ધિના દાતા શ્રીગણેશજીની ઇકોફ્રેંડલી પ્રતિમાનું સ્થાપન અને પૂજન પાંચ દિવસ માટે કરવામાં આવેલ હતું. યુનિવર્સિટી સંલગ્ન દરેક ફેકલ્ટીસ અને વિધાર્થીઓ દ્વારા ક્રમશઃ ગણેશજીની સ્થાપિત પ્રતિમાની આરતી,પૂજન અને પ્રસાદનો લાભ લીધો હતો.
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.ડી.જેશાહ સાહેબે ગણેશજીની પ્રતિમામાં રહેલા તાત્વિક મૂલ્યો પર પોતાના વિચાર રજુ કાર્યહતા અને વિદ્યાર્થી મિત્રોને તર્કશક્તિ, વિવેકબુદ્ધિ, સકારાત્મક અભિગમ અને સંયમ પૂર્વક દૃષ્ટિકોણ રાખી જીવનમાં સતકાર્યના માર્ગ પર ચાલવા પ્રેરિત કાર્યહતા.
ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સફળતા પૂર્વક આયોજન નૂતન મેડિકલ કોલેજના વિધાર્થીમિત્રો દ્વારા કરાયું હતુ જે બદલ પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશપટેલ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.