ગરવી તાકાત,મહેસાણા
ગાંધીનગર જીલ્લા રજીસ્ટ્રારથી મહેસાણાની દુધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીની સમષ્યામાં વધારો કરતા સામાચાર આવ્યા છે, જેમાં ગાંધીનગર જીલ્લા રજીસ્ટારે દુધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચોધરીને દુધ મંડળીમાંથી હકાલપટ્ટી કરવાનો હુકમ કર્યો છે. જેથી હવે વિપુલ ચૌધરી આવનારી દુધસાગર ડેરીની ચુંટણીમાં ભાગ લેવા માટે યોગ્ય નથી રહ્યા.
આ પણ વાંચો – ઉંઝા APMC ના ચેરમેનનો અનઅધિકૃત માણસ સેસ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ કરતો કેમેરામાં કેદ
આ હકાલપટ્ટીના હુકમ મુજબ ચરાડા દુધ મંડળીની વ્યવસ્થાપક સમીતીમાંથી હવે વિપુલ ચૌધરી દુધ સાગર ડેરીની ચુંટણીમાં ભાગ નહી લઈ શકે, આ અગાઉ દુધ સાગર ડેરીના સાગરદાણ કોભાંડમાં વિપુલ ચૌધરીનુ નામ સંડોવાતા તેમને રૂપીયા 9 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં ડેરીના પ્રસ્તાવ મુજબ બે વધારાના પગાર કર્મચારીઓને આપવાના હતા પરંતુ વિપુલ ચૌધરી ઉપર આરોપ લાગ્યો હતો કે તેમને બે વધારાના પગાર આપી પાછા પરત લેવાનો કારસો રચ્યો હતો.