ગાંધીનગર શહેરમાં ફાસ્ટફુ઼ડની દુકાન ચલાવતા ઘનશ્યામ શામળજી પટેલના કહેવ્યા મુજબ તેમના ધંધાના કારણે બજારમાં તેમને અભુભાઈ લલ્લુભાઈ દેસાઈ સાથે પરીચય થયા બાદ એમને પૈસાની જરૂર પડતા તેમને અભુભાઈ ને વાત કરેલ તો એમને પોતાના મીત્ર  કલ્પેશભાઈ ચૌધરી રહે – કમાલપુરસ તા – વિસનગર પાસેથી રૂ. 3,00,000/- રૂપીયા 10% ના વ્યાજે લીધેલ હતા. જેના અવેજમાં ઘનશ્યામભાઈએ પાંચ કોરા ચેક આપેલ હતા.

ઘનશ્યામભાઈ ની ફરીયાદ મુજબ તેમને વ્યાજ સહીત બધા રૂપીયા આપી દીધા હોવા છતા પણ  તે લોકો પઠાણી ઉઘરાણી કરતા શુશીલભાઈ કંટાળી 27/07/2020 ના રોજ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરેલ હતો.

આ પણ વાંચો:કડી: કોર્ટ સામે જ પોલીસને બાતમી આપનાર ઉપર છરી વડી હુમલો

તથા વ્યાજ ધીરનાર વ્યક્તિઓ પાસે વ્યાજ આપવાનુ લાયસન્સ પણ ના હોવા છતા 120 ટકાના દરે વ્યાજ વસુલવાનુ કામ કરી રહ્યા હતા. રામશીભાઈ ઈશ્વરભાઈ દેસાઈ જેને ઘનશ્યામભાઈ પટેલ ઓળખતા પણ નથી અને તેમની પાસેથી પૈસા લીધા પણ નથી તો પણ તેમના દ્વારા બેન્કમા ઘનશ્યામભાઈ પટેલ ના નામનો ચેક બાઉન્સ કરાવ્યો હતો.અને રૂબરૂ ધાક ધમકીઓ આપતા હોવાથી તેમને માનશીક ત્રાસ ગુજરતો હોવાથી તેમને ગાંધીનગર પોલીસ સેક્ટર – 2 માં ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:બનાસકાંઠા: વ્યાજખોરોના ખૌફથી શીક્ષક કીડની વેચવા બન્યો મજબુર

ગાંધીનગર પોલીસે કલ્પેશભાઈ નાનજીભાઈ ચૌધરી, રહે – કમાલપુર, તા.વિસનગર,જી.મહેસાણા(2) લાલજીભાઈ લલ્લુભાઈ દેસાઈ, રહે – સેક્ટર-25, સુર્યનારાયણ સોસાયટી, તા.જી.- ગાંધીનગર(3) અભુભાઈ લાલજીભાઈ દેસાઈ,સેક્ટર-25, સુર્યનારાયણ સોસાયટી, તા.જી.- ગાંધીનગર(4) રામશીભાઈ ઈશ્વરભાઈ દેસાઈ રહે – રબારીવાસ,ગામ- બોરતવાડા,તા.હારીજ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 384,323,506,114 અને નાણા ધીરનાર અધિનિયમ મુજબ 5,39,40,42 મુજબ તેમની વિરીધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: