ગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખ રોડ ને વાવોલ થી જોડતા રસ્તા ઉપર અંડરપાસ બનાવવાની કામગીરી થઈ રહી છે. જેમાં રોડની આસપાસના કાચા મકાનો અને ઝુંપડાઓના દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને હટાવવા આવતી કાલે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. 

પ્રાપ્ત માહિતી મુજબ ખ રોડ થી  વાવોલ સુધી જે અન્ડરપાસ બનાવવાની કામગીરી થઈ રહી છે એમાં આ વિસ્તારની વચ્ચેના અંતરમાં રોડની આજુબાજુ રહેલા કાચા મકાનો અને ઝુંપડપટ્ટીને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, આ કાચા મકાનો અને ઝુંપડાઓમા વસતા લોકોને કોલવડા ખાતે આવાશો ફાળવવામાં આવ્યા હતા છતા પણ દબાણો એમના એમજ હોવાથી ગાંધીનગર કોર્પોરેશન,પાટનગર યોજના વિભાગ અને કલેક્ટર દ્વારા આ કાચા પાકા 500 જેટલા ઝુંપડાઓને દુર કરવા આવતી કાલે કામગીરી થવા જઈ રહી છે.

ગાંધીનગર ના ખ રોડ ઉપર બંધાયેલા કાચા મકાનો અને ઝુંપડાઓના પ્રતીનીધી આ મામલાને કોર્ટ સુધી લઈ ગયા જેમાં ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકોને કોલવડા સ્થીત આવાસો ફાળવાયા હતા,અને તેમને ઝુપંડપટ્ટી દુર કરવાના આદેશ પણ મળેલા છે.આ આદેશ મુજબ ઝુંપડપટ્ટીમાં વસતા લોકો તેમના આવાસ ના છોડતા આવતી કાલે પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રીગેડને સાથે રાખી કલેક્ટર ઓફીસ,માર્ગ અને મકાન વિભાગ,નગરપાલીકાના અધિકારીઓ આ 500 જેટલા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરશે.

મળતી માહીતી મુજબ પાટનગરના તંત્ર દ્વારા આ વાવોલ થી ખ રોડ વચ્ચે કુલ 500 ઝુંપડપટ્ટીઓ સ્પોટ કરવામાં આવી હતી પરંતુ તંત્રએ એની સામે માત્ર 128 જ આવાસ બનાવી આપ્યા હતા.જેથી અહી વસતા બાકીના લોકોને આવાસ ન મળતા તેમને પોતાના આવાસ છોડ્યા નથી. અહિ વસતા લોકોની માંગ હતી કે તેમને પણ રહેવા માટે મકાન ફાળવવામાં આવે તો અમે પણ સ્થાળાંતરણ કરવા તૈયાર છીયે.

 પાટનગરમાં ખ રોડ થી વાવોલ સુધીનો અન્ડરપાસ બનવાની કામગીરી 2 વર્ષથી ચાલી રહી છે. જેમા મોટા ભાગની કામગીરી પુરી થઈ ગયેલ છે પરંતુ રોડની આસપાસની ઝુપડપટ્ટી નડતરરૂપ હોવાનુ જણાવી કામગીરી રોકી દેવામાં આવ્યુ હતુ , ઝુંપડપટ્ટી ને હટાવ્યા બાદ 33 કરોડના ખર્ચે બનેલા આ રોડને ખુલ્લો જનતા માટે ખુલ્લો મુકી દેવામાં આવેશે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.