ગાંધી જયંતી નિમિતે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા “ આંગણવાડી, સેજા કચેરી(સર્વીસ સેન્ટર) અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન, NITA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન)નું લોન્ચિંગ, રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમ તથા રાજ્ય કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયો હતો.
ગાંધી જયંતી નિમિત્તે સરકાર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવી રહી છે જેમાં બાળ કલ્યાણ વિભાગ દ્વારા 5 લાખ મહિલાઓને જોડી હેન્ડ વોશ અભિયાન યોજ્યુ હતુ. જેમાં કોરોના વાઈરસને સામે લડવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ મહિલાને હેન્ડ વોશ કીટ આપવાની જાહેરાત કરાઈ હતી.આ કાર્યક્રમ દરમ્યાન 194 જેટલા નવનિર્મીત આંગણવાડીઓ અને 5 સર્વીસ સેન્ટર(સેજા કચેરી) નુ ઈ લોકાર્પણ કરાયુ હતુ.
આ કાર્યક્રમમાં રાજ્યમાં આવનારા સમયમાં નવિ બનનાર કુલ 623 નવી આંગળવાડી અને 11 (સર્વીસ સેન્ટર) સેજા કચેરી નુ ઈ ભુમી પુજન કરવામાં આવ્યુ હતુ. આમ આ કાર્યક્રમમાં કુલ 5986.92 લાખ ના માળખાકીય સુવિધાની ઈલોકાર્પણ અને ઈ ભુમીપુજન કરવામાં આવ્યુ હતુ. વધુમાં આંગણવાડીઓ ની એપ અને પોર્ટલનુ પણ ઈલોકાર્પણ કરાયુ હતુ જેમાં આંગણવાડીઓના બેસીક સ્ટ્રક્ચર અને સુવીધાની માહિતી કમ્યુટર અને મોબાઈલમાથી પણ જાણી શકાશે. આ કાર્યક્રમમાંં રાજ્યની આંગણવાડી મહિલાઓની શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી મહિલાઓને સન્માનિત કરવામા આવી હતી.