દેશના ડાયરેકટર જનરલ ઑફ શિપિંગ શ્રી શ્યામ જગન્નાથજી ચિફ ગેસ્ટ તરીકે પધારશે.
ગણપત યુનિવર્સિટીના નવા માસ્કોટ અને 360 ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટરનું ઉદ્દઘાટન પણ આ અવસરે થશે
ગરવી તાકાત, મહેસાણા તા. 11 – શ્રેષ્ઠ ટેક્નિકલ અને પ્રોફેશનલ એજ્યુકેશન માટે aપ્રતિષ્ઠા પામેલી દેશની સુખ્યાત હાઈ-ટેક યુનિવર્સિટી – ગણપત યુનિવર્સિટીના 17મા પદવીદાન સમારંભનું આવતીકાલ તા. 12મી જાન્યુઆરી, 2024ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
કુલ 3585 (ત્રણ હજાર, પાંચ સો પંચ્યાસી) વિદ્યાર્થીઓને આ દિક્ષાંત સમારોહમાં વિવિધ અભ્યાસક્રમો સફળતાપૂર્વક સંપન્ન કર્યાની પદવી એનાયત કરવામાં આવશે. બપોરના ત્રણ વાગ્યાથી પ્રારંભ થનારા આ કોન્વોકેશનમાં ભારત સરકારના ડાયરેક્ટર જનરલ ઑફ શિપિંગ શ્રી શ્યામ જગન્નાથન (આઈ.એ.એસ) ચિફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે તો મેહસાણા ઓ.એન.જી.સી.ના એસેટ મેનેજર શ્રી સુદીપ ગુપ્તા ગેસ્ટ ઑફ ઑનર તરીકે; સાસ એશિયા પેસિફિકના લિગલ કાઉન્સેલ અને ડાયરેક્ટર શ્રી દિગિશ રાવલ વિશેષ મેહમાન તરીકે તો અદ્વૈત ગ્રીનર્જીના ડિરેક્ટર શ્રીમતી રુત્વી શેઠ ખાસ મેહમાન તરીકે પધારવાના છે.
ગણપત વિનવર્સિટીના પેટ્રન-ઈન-ચિફ અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા) સમારંભના પ્રમુખ તરીકે ખાસ હાજર રહશે તો યુનિ. પ્રો-ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા પણ દિક્ષા પામી રહેલા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહશે. કુલ 3585 વિદ્યાર્થીઓને જે-તે પદવી એનાયત થશે જેમાં 92 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે તો 32 વિદ્યાર્થીઓને એમના નોંધપાત્ર અને મહત્વના ઉંડા અભ્યાસ-સંશોધન કાર્ય બાદ નિપુણતા પ્રાપ્ત કરવા માટે પી.એચ.ડી.ની પદવી એનાયત થશે.
ગણપત યુનિ.ના આ 17માં પદવીદાન સમારોહ (કોન્વોકેશન) સાથે બે વિશેષ અવસરને પણ જોડવામાં આવ્યા છે. 1: ત્રણસો સાઈંઠ (360) ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટરનું ઉદ્દઘાટન (મરિન એન્જી. ડિપા.ખાતે) અને
2: ગણપત યુનિવર્સિટીના નવા માસ્કોટનું પણ ઉદ્ઘાટન થશે. (સ્થળ: ડિપ્લોમા એન્જી. કૉલેજ સામે) ઉપરોક્ત બંને ઉપક્રમનું આયોજન વપોરના ત્રણ વાગ્યે થયું છે તો પદવીદાન સમારંભનો પ્રારંભ ચાર વાગે થશે. આ અવસરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ખાસ આમંત્રિતો, બૉર્ડ મેમ્બર્સ સહીત અનેક આચાર્યો, પ્રાધ્યાપકો અને રસિકો પણ જોડાશે.