ગરવી તાકાત,કડી
શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારો નજીક અવતાની સાથે જુગાર રમવાની મોસમ ખીલી ઉઠી છે ત્યારે કડી તાલુકામાં ઠેરઠેર જુગાર ધમધમવા લાગ્યો છે. ત્યારે પોલીસે પણ શ્રાવણીયા જુગાર પર કડક કાર્યવાહી કરી હતી.
જેમાં કડી પોલીસે કડી તાલુકાના થોળમલપુરા ગામમાંથી જુગાર રમતા 16 શખ્સોની ધરપકડ કરવામા આવી હતી જેમાં મહેસાણા જિલ્લાના મેં. પોલીસ અધિક્ષક સા.શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સા. મહેસાણાનાઓની સૂચનાથી તથા શ્રી રૂહી પાયલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મહેસાણાનાઓના માર્ગદર્શન હેઠળ અમો ડી.ડી.સોઢા પો.ઇન્સ. કડી પો.સ્ટે નાઓની સુચનાથી તાબાના શ્રી આર.આઈ.પરમાર. પો.સ.ઇ. તથા શ્રી વાય.એચ.રાજપૂત પો.સ.ઇ તથા અ.હે.કો મુકેશગીરી જગદીશગિરી તથા આ.પો.કો.જયદીપસિંહ હઠીસિંહ તથા અ. પો.કો.મહેન્દ્રસિંહ ઉદેસિંહ તથા આ.પો.કો ઇમરાનખાન અહેમદખાન તથા આ.પો.કો પકેશકુમાર ગેલાભાઈ તથા અ.લો.ર.રણછોડભાઈ નાગજીભાઈ તથા અ.લો.ર નાગજીભાઈ જયરામભાઈ તથા અ.લો.ર ફુલાભાઈ સાહરભાઈએ કડી પો.સ્ટે.ના પોલીસના માણસો પો.સ્ટે હાજર હતા.
દરમ્યાન અ.લો.ર રણછોડભાઈ નાગજીભાઈ તથા અ.લો.ર નાગજીભાઈ જયરામભાઈ કડી. પો.સ્ટે.નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાવળ ચપાબેન વી.ડો/ઓફ તખાભાઈ ભિખાભાઈ રહે.થોળમલપુરા તા.કડી ના રહેણાક ઘરમાં કેટલાક ઈસમો બહારથી આવી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગંજીપાના-પૈસા વડે તીન પતિનો હારજીત નો જુગાર રમી રમાડે છે.
જે હકિકત આધારે મેં. નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી મહેસાણા વિભાગ મહેસાણાનાઓની મંજુરી મેળવી સદર જગ્યાએ જુગાર લગત રેઇડ કરતા આરોપી નં(1) જયેન્દ્રભાઇ જીવણભાઇ પટેલ રહે.અમદાવાદ. વસ્ત્રાલ તથા (2) ભરતભાઇ પ્રેમજીભાઈ પટેલ .રહે.થોળમલપુરા. તા.કડી (3) અલ્પેશભાઈ લાલજીભાઈ વાળદ રહે. અમદાવાદ. વસ્ત્રાલ (4)જિનલકુમાર સુભાષભાઈ સેવક રહે.અમદાવાદ વસ્ત્રાલ (5)પાર્થકુમાર ધીરજભાઈ પટેલ રહે.અમદાવાદ વસ્ત્રાલ (6)ધવલકુમાર મનસુખભાઇ પટેલ રહે.અમદાવાદ વસ્ત્રાલ (7) ગોપાલ નટુભાઇ ઠાકોર રહે.અમદાવાદ વસ્ત્રાલ (8) કિશોરભાઈ ગણપણતભાઇ પટેલ રહે.અમદાવાદ વસ્ત્રાલ (9)રાજેન્દ્રસિંહ રામુજી ઝાલા રહે .થડોદ તા.કડી (10)ચિનુંભાઈ જીવરામભાઈ મિસ્ત્રી રહે.થોડમલપુરા તા.કડી (11) જીતેન્દ્રસિંહ સામતસિંહ વાઘેલા રહે.થડોદ તા.કડી (12) હરિકૃષ્ણ લાલજીભાઈ પટેલ રહે.થોડમલપુરા તા.કડી (13) લાલજીભાઈ માલજીભાઈ દેસાઇ રહે. થડોદ તા.કડી તથા (14) ગણપતભાઈ મંગળદાસ પટેલ રહે.અમદાવાદ વસ્ત્રાલ (15)ગૌતમભાઈ સવાભાઈ સિંઘમ રહે.અમદાવાદ વસ્ત્રાલ (16) મેહુલભાઈ ઇશ્વરભાઇ પટેલ રહે.અમદાવાદ. ઘાટલોડિયા વાળાઓ પાસેથી રોકડ રકમ રૂ.1.08.830/- તથા ગંજીપાના પાના નં. પર કી. રૂ00/00 તથા મોબાઇલ નંગ-12 કિ.રૂ 26.000/- મળી કુલ કિ. રૂ.1.34.830/- મળી આવતા કડી પો.સ્ટે.ગુનો દાખલ કરવામાં આવેલ છે.
Contribute Your Support by Sharing this News: