ગરવી તાકાત પાલનપુર : ઉત્તર ગુજરાત ની ન્યૂરો સર્જન અને સ્પાઇન સર્જન માટે ટૂંકા ગાળામાં નામચીન બનેલી પાલનપુર સ્થિત ફૂયુચર હોસ્પિટલ નું એક વર્ષ પૂર્ણ થતા વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો જેમાં ૨૦૦ થી વધુ દર્દીઓ એ સેવાનો લાભ લીધો હતો.
ફૂયુચર હોસ્પિટલ એક વર્ષ ના ટૂંકા ગાળામાં ૮૦૦ થી વધુ ઓપરેશન ૧૧૦૦ થી વધુ દાખલ દર્દીઓ અને ૧૦૦૦૦ થી વધુ ઓપીડી દર્દીઓ ને સેવા મળેલ છે ફ્યુચર હોસ્પિટલ ને દિવ્યભાસ્કર ૨૦૨૨ બેસ્ટ ન્યુરો અને સ્પાઈન એવોર્ડ પણ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ દ્રારા તાજેતરમાં જ અર્પણ કરેલ છે
આમ ડો.નિર્મલ દેસાઈ (ન્યુરો સર્જન ),ડો.અર્થ પટેલ (સ્પાઇન સર્જન ),અને ડો.ભવ્ય શાહ (સ્પાઈન સર્જન ) દર્દીઓને સેવા આપવામાં સફળ રહ્યા છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર