— ઈકો ગાડી માં વિદેશી દારૂ ભરીને વેચાણ કરવા નીકળેલ કુલ રૂપિયા 2,12,276/- નો મુદ્દામાલ જપ્ત કર્યો :
ગરવી તાકાત મહેસાણા : સમગ્ર રાજ્ય માં હાલ લઠાકાંડ ની ઘટના અનેક પરિવારના લોકોએ જીવ ગુમાવ્યા છે છતાં પણ દેશી અને વિદેશી દારૂ નું વેચાણ કરતા બૂટલેગરો ને જાણે પોલીસ નો કોઈ જાતનો ડર જ ના હોય તે રીતે ખુલેઆમ કરી રહ્યા છે દારૂ ની હેરાફેરી ત્યારે નંદાસણ ના સરસાવ થી માંથાસુર ગામ તરફથી એક ઈકો ગાડી માં દારૂ ભરીને હેરાફેરી કરવા નિકડેલ
સોઢા રણજીતસિંહ ઉર્ફે લાલો ભીખાજી તખુજી રહે સરસાવ,કડી જે પોતાની ઈકો ગાડી નંબર GJ 02 DA 4751 માં ગેરકાયેદસર પાસ પરમીટ વગરનો ભારતિય બનાવટી વીદેશી દારૂ નાની મોટી કંપની ના દારુ ની બોટલ નંગ 22 જેની કિંમત 3111/- તથા બિયર નંગ 66 કિંમત 1920 /- કુલ 5036/- રોકડ રકમ 2240/- મોબાઇલ ફોન કિંમત 5000/- તથા ઈકો ગાડી કિંમત 2,00,000/- કુલ મળી 2,12,276/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
નંદાસણ પોલિસે સોઢા રણજીતસિંહ ઉર્ફે લાલો ને પોતાની ઈકો ગાડી ભરી વિદેસી દારૂ ની હેરાફેરી કરતા ઝડપી પાડી ને તેની સામે ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી