ગરવીતાકાત,મહેસાણા: પોલીસ અધિક્ષકશ્રી, નિલેશ જાજડીયા સાહેબ નાઓએ તાજેતરમાં જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં બાઇકો ઉપર આવી ગીલોલથી કાચ ફોડી, ગંદુનાખી, રૂપીયા-૧૦-૧૦ ની નોટો ગાડીની બાજુમાં નાખી નજર ચુકવી, ટુ વ્હીલર ને પંકચર કરી, ગાડીનો દરવાજો ખોલી, ચોરીઓ કરતી ગેંગ સક્રિય થયેલ હોઇ અને મોટાપાયે ગુનાઓ આચરતા હોઇ જેઓને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મહેસાણા નાઓને સૂચના કરેલ. જે આધારે અમો એસ.એસ.નિનામા,પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી., મહેસાણા ત થા પો.સ.ઇ.શ્રી આર.જી.ચૌધરી, ASI જહીરખાન, રમેશજી, હીરાજી, રત્નાભાઇ, પારખાનજી, રહેમતુલ્લાખાન, આશાબેન, HC ચતુરજી, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, દિલીપકુમાર, મહેન્દ્રકુમાર, નિલેશકુમાર, રશ્મેન્દ્રસિંહ, મનોહરસિંહ તથા PC અબ્દુલગફાર વિગેરે સ્ટાફના માણસો સાથે આ અલગ અલગ ટીમો બનાવી આવા બનેલ બનાવો નજીકના સી.સી.ટી.વી. ફુટેજથી ચકાસણી કરતા ટુ વ્હીલર વાહનો ઉપર ચોરી કરતી ટોળકીના ફુટેઝ હોવાનું ફલીત થયેલ જેમાં યુનીકોન મોટર સાઇકલ નંબર-GJ-16-CA-7358 કાળા કલરનું ગુનો કરવામાં ચોરી કરનાર ઇસમોએ વપરાયેલ હોવાનું સી.સી.ટી.વી. ફુટેઝ આધારે ફલિત થયેલ. જેથી સદર મોટરસાઇકલની વોચમાં અમો તથા  એલ.સી.બી. સ્ટાફના માણસો તથા વસાઈ પૉલીસ સટાફ સાથે વૉચમા હતા દરમ્યાન સદર યુનીકોન મોટરસાઇકલ નંબર-GJ-16-CA-7358 ઉપર ત્રણ ઇસમો રામપુરા ચોકડીથી મહેસાણા તરફ આવતા હોઇ તેમને રોકી પુછપરછ કરતાં તેઓ હિન્દી ભાષી હોઇ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોઇ તેઓને એલ.સી.બી. ઓફીસે લાવી દરેકના નામઠામ પુછતા (૧) મુત્તુ ઉર્ફે અરૂણ મારમુત્તુ આયનાર નાયડું રહે.નવાપુર વાકીપાડા તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) વાળો (ર)  દેવા સન/ઓફ મુન્ના ગુલાબસીંહ નાયડું રહે.નવાપુર વાકીપાડા તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૩) શ્યામ સન/ઓફ બાબુ નાયડું રહે.નવાપુર વાકીપાડા તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) વાળા હોઇ તેઓની સતત ત્રણ દિવસ એલ.સી.બી. ઓફીસે બોલાવી યુક્તિ-પ્રયુક્તિ તથા વિશ્વાસમાં લઇ અને જીલ્લામાં બનેલ આ પ્રકારના ગુનાઓની જગ્યાના સી.સી.ટી.વી.ફુટેઝ બતાવી પુછપરછ કરતાં પોતાની સી.સી.ટી.વી.ફુટેજમાં મોટર સાયકલ સાથેની હાજરી હોઇ તેઓ ભાગી પડેલ અને ઉપરના ત્રણેય તથા (૧) શીવા વેંકટ નાયડું (૨) નંદા મુર્તી કુમાર (૩) ગોવિંદા સુબ્રહમણ્યમ (૪) જીતુ (૫) રતનાબેન મુન્ના ગુલાબસીંહ નાયડું તમામ છત્રાલ અસ્લમભાઇ ઉર્ફે બોડાના મકાનમાં ભાડે રહેતા હતા અને ચોરીઓ કરેલ મુદ્દામાલ રતનાબેનને આપતા હતા. અમો ત્રણેય તથા શીવા તથા નંદા તથા ગોવિંદા મળી મહેસાણા જીલ્લાના મહેસાણા શહેર, ઉંઝા ટાઉન, વિસનગર ટાઉન, વોટરપાર્ક સામે તથા પાલનપુર ટાઉન, અમદાવાદ સુભાષબીજ, અડાલજ, હાજીપીર (કચ્છ) તેમજ અંકલેશ્વર, વડોદરા, બાયડ વિગેરે શહેરોમાંથી કુલ-૪૧ ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ અને પકડેલ ઇસમો પાસેથી ચોરી કરેલ કુલ –પ મોબાઇલ કિ.રૂ. ૪૨,૫૦૦/-  તથા ચોરી કરવા માટે વાપરેલ ગીલોલ, ચપ્પુ, લોખંડનો ખીલો તથા યુનિકોન મોટર સાયકલ કિ.રૂ.પ૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૭,૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

ઉપરોકત આરોપીઓ છત્રાલ, રણોલી-વડોદરા, અંકલેશ્વર, કીમ-કોસંબા મુકામે મકાનો ભાડે રાખી પોતાના રહેણાંકથી આશરે પ૦ થી ૧૦૦ કી.મી.ના અંત્તરે ચોરીઓ આચરતા હતા.

આમ

તસ્વીર અહેવાલ અંકુર ચૌધરી, પંકજ નાયક 
તસ્વીર અહેવાલ અંકુર ચૌધરી, પંકજ નાયક 

મહેસાણા એલ.સી.બી. પોલીસે ગીલોલથી કાચ ફોડી, ગંદુનાખી, રૂપીયા-૧૦-૧૦ ની નોટો ગાડીની બાજુમાં  નાખી નજર ચુકવી, ટુ વ્હીલર ને પંકચર કરી, ગાડીનો દરવાજો ખોલી, શરીરે ખજવાળ આવે તેવો પાવડર નાખી ચોરી કરતી ગેંગના આરોપીઓ તથા મુદ્દામાલ પકડી પ્રસશંનીય કામગીરી કરેલ.

Contribute Your Support by Sharing this News: