દિલ્હી, તા.27 – આગામી 1 ફેબ્રુઆરીથી એનપીએસથી માંડીને ફાસ્ટેક સુધી ફેરફાર થવાના છે, નિયમોમાં ફેરફાર આવી રહ્યા છે.
એનપીએસ આંશિક ઉપાડના નિયમો – પીએફઆરડીએએ આંશિક ઉપાડની સુવિધા અને કાનુનના પાલનની ગેરંટી માટે 12 જાન્યુઆરી 2024ના એક માસ્ટર સરક્યુર્લર જાહેર કર્યો છે. તે એક ફેબ્રુઆરીથી લાગુ થઇ જશે. એનપીએસ એકાઉન્ટ હોલ્ડર પોતાના વ્યકિતગત પેન્શન ખાતામાં કન્ટ્રીબ્યુશન (એમ્પ્લોયર યોગદાનને છોડીને)ના 25 ટકા સુધી ઉપાડ કરી શકે છે. વિદ્ડોળનો અનુરોધ મળવા પર સરકારી નોડલ કાર્યાલય રિસિવરને નોમિનેટ કરશે. વેરિફિકેશન બાદ જ સીઆરએ આંશિક ઉપાડ અનુરોધોની પ્રોસેસ કરશે.
આઇએમસીએસના બદલશે નિયમ – હવે આપ 1 ફેબ્રુઆરીથી બેનિફિશ્યરીના નામ જોડ્યા વિના આપ સીધા બેન્ક એકાઉન્ટમાં પાંચ લાખ સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો. ગત વર્ષે 31 ઓક્ટોબરે એનપીસીઆઇ તરફથી સરક્યુલર જાહેર કરાયો હતો. હવે આપ માત્ર ફોન નંબર અને બેન્ક એકાઉન્ટનું નામ એન્ટર કરીને પૈસા મોકલી શકો છો.
ફાસ્ટેગ કેવાયસી – ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરીટી (એનએચએઆઇ)એ જણાવ્યું હતું કે તે એ ફાસ્ટેગને બાન કે બ્લેક લિસ્ટ કરી દેશે જેના કેવાયસી પુરા નથી. ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવાની સમય સીમા 31 જાન્યુઆરપી છે.