ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ રન.4.0 અંતર્ગત દોડ યોજાઇ
વી.આર કર્વે પ્રોગેસીવ હાઇસ્કુલ યોજાયેલ ફ્રીડમ રનમાં 410 વિધાર્થીઓ ફીટનેસ માટે દોડ લગાવી
ગરવી તાકાત, મહેસાણા તા. 28- સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 4.0 2023 નું આયોજન ભારત સરકારના ખેલ મંત્રાલય અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ફીડ ઇન્ડીયા અંતર્ગત મહાનુંભાવો દ્વારા લીલી ઝંડી આપી દોડનું પ્રસ્થાન કરાયું હતું. આ દોડ માનવ આશ્રમ થઇ વી.આર કર્વે પૂર્ણ કરવામાં આવી હતી. ભારત સરકારનાં ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત મહેસાણા દ્વારા આયોજનમાં માજી સૈનિક સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી.નાં યુવાનો ફિટનેસ જાગરૂકતા માટે આયોજનમાં સામેલ થયા હતા. આ પ્રસંહે મહાનુંભાવોએ યુવાનોને “ફિટનેસ કા ડોઝ-આધા ઘંટા રોજ” પ્રતિજ્ઞા દ્વારા યુવાઓને ફિટનેસ માટે આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મહાનુંભાવો દ્વારા યુવાનોને પોતાની અને તેમના પરિવારજનો, મિત્રોની ફિટનેસ જણાવવા માટે જાગૃત કરવા માટે “ફિટનેસ કા ડોઝ-આધા ઘંટારોજ” માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીને યાદગાર બનાવવા માટે પોતાની ફિટનેસની કાળજી રાખવા મહેમાનશ્રીઓ દ્વારા તમામ યુવાનોને અપીલ કરવામાં આવી અને તે માટે યુવાનોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. એના પછી મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું લીલી ઝંડી આપી સ્વાસ્થય માટે દોડ લગાવી હતી.
આ ફીટ ઇન્ડીયા ફ્રીડમ રનનો ઉદ્દ્શ બહેતર સ્વાસ્થય અને ફીટનેસની શોધમાં લોકોમાં ચાલવાની અને દોડવાની ટેવ કેળવવાનો છે. સ્વસ્થ જીવન શૈલી માટે સ્વચ્છતાના મહત્વને ધ્યાનમાં રાખીને ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવેલ છે.
ફીડ ઇન્ડિયાના આ દોડ વી.આર કર્વે હાઇસ્કુલ મહેસાણાથી પ્રસ્થાન કરી બિલાડીબાગ,જી.ઇ.બી ઓફિસ,અમન પાર્ક સોસાયટી,ચિરાગ પ્લાઝા,માનવ આશ્રમ ચોકડી થઇ પરત વી.આર કર્વે હાઇસ્કુલ આવી હતી
આ ફ્રીડમ રનમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,નગરપાલિકા પ્રમુખ મીહીરભાઇ પટેલ, સારવજનિક કેળવણી મંડળના મીલનભાઇ ચૌધરી,સ્ટેટ કમિશ્નર સ્કાઉટ એડડોલ્ટ રીસોર્સ જી.એસ.બીના સભ્યશ્રી,પશ્ચિમ રેલ્વેના સભ્યશ્રી, જિલ્લા રમત ગમત અધિકારી વીરલ ચૌધરી,ડીએસડીઓ એસ.એમ.કુરેસી,મહેસાણા જિલ્લા વ્યાયામ મંડળના સભ્યશ્રીઓ કર્વે હાઇસ્કુલના આચાર્ય સંજયભાઇ પટેલ સહિત 410 સંખ્યામાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના યુવાનો, એન.એસ.એસ.ના સ્વયંસેવકો, એન.સી.સી.ના કેડેટ અને માજી સૈનિક સંગઠનના યુવાનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન