વાત્સલ્ય વુમન્સ હોસ્પિટલ ખાતે સ્ત્રીરોગ બાળરોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— જેમાં 20 મહિલા દર્દીઓએ લાભ લીધો નિ:શુલ્ક સોનોગ્રાફી ઉપરાંત અન્ય સારવાર આપવામાં આવી :

ગરવી તાકાત મહેસાણા : કડીમાં આવેલ સરદારબાગ  ની સામે આવેલ ભૂમિ કોમ્પલેક્ષ માં આવેલ  વાત્સલ્ય વુમન્સ હોસ્પિટલ ખાતે સ્ત્રીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો.ગાયનેક વિભાગમાં જરુર પડયે ફ્રી માં સોનોગ્રાફી પણ કરી આપવામાં આવી હતી.આ કેમ્પનો મુખ્ય હેતુ હતો કે આર્થીક પરિસ્થિતિ નબળી હોય તેવા દર્દીને સારી સારવાર મળે અને તેમના રોગની જાણ થાય અને લોકો તેની કાળજી રાખે.ગાયનેક વિભાગ ડો. ધુર્વિલ પટેલ સેવા આપી હતી. અને તેમની સાથે રહેલ નર્સિંગ સ્ટાફ ની બહેનો દીપિકા વૈષ્ણવ તથા મીતા પટેલ સાથે જોડાઈ ને દર્દીઓ ને સારી સારવાર આપવામાં આવી હતી.
કડી વિસ્તારના તથા આજુ બાજુ ના ગામડાની મહિલાઓ માટે અને તેમના સ્વાસ્થય સુખાકારી માટે કડી માં આવેલ વાત્સલ્ય વુમન્સ હોસ્પિટલ દ્ધારા દર ગુરૂવારે સવારે 9:00 થી 1:00 વાગ્યા સુધી અને સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી આ  વિનામૂલ્યે સર્ગભા બહેનો માટે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાતા હોય છે. ડોકટર ની ટીમ દ્વારા યોગ્ય તપાસ કરી મહીલાઓ ને સપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વાત્સલ્ય વુમન્સ હોસ્પીટલ ના ડોકટર ધૂર્વિલ પટેલ દ્રારા સર્ગભા બહેનોની આરોગ્ય ની તપાસ કરી હતી અને ડોકટર દ્રારા દરેક મહીલાઓ ને સમજણ પુર્વક જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ યોજાયેલ ફ્રી નિદાન કેમ્પ માં 20 મહીલાઓ લાભ લીધો હતો.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.