મહેસાણામાં વેપારીને સસ્તા મોબાઈલ આપવાના બહાને છેતરપિંડી

શેર કરવા અહીં ક્લિક કરો.

— ગઠીયાઓએ સ્કીમમાં 23 લાખ ભરાવ્યા હતા :

— એસઓજીને અરજી આપતાં 10 લાખ પરત આપ્યા હતા : આખરે ફરીયાદ નોંધાવી :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં વેપારીને સસ્તા મોબાઈલ આપવાના બહાને ચાર શખસોએ છેતરપિંડી આચરી હતી.જેમાં આઈફોનની સ્કીમમાં જોડાવવાની લાલચ આપીને રૃ.૨૩ લાખ જમા કરાવ્યા હતા.ત્યારબાદ મોબાઈલ કે પૈસા પરત નહીં આપતાં પોલીસને આપેલી અરજી બાદ ગઠીયાઓએ રૃ.૧૦ લાખ પરત આપ્યા હતા.જયારે બાકીની રકમના આપેલા બે ચેક પરત ફરતાં આખરે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

મહેસાણાના ગંજબજાર પાસે આવેલી ભવાની સોસાયટીમાં રહેતા વિવેક કરણસિંહ વાઘેલા શહેરના પાંચ લીમડી વિસ્તારમાં ટોપશોપ નામની મોબાઈલ વેચાણ અને રીપેરીંગની દુકાન ચલાવે છે. તેના મિત્ર જૈમિન સથવારા પાસેથી તેણે અગાઉ ટુકડે ટુકડે  રૃ.૭.૭૦ લાખમાં ૧૫ આઈફોન ખરીદ કર્યા હતા. જયારે તેણે અમદાવાદના હોલસેલના વેપારી દિપેશ જૈન સાથે વાત કરાવતાં તેણે વોટ્સઅપ પર સસ્તા ભાવે ૩૩ આઈફોનની સ્કીમ મોકલી હતી અને તેમાં રૃ.૨૩ લાખ જમા કરવાનું જણાવ્યું હતું.

જેથી વિવેકે ઘરમાં વાત કરતાં આ સ્કીમમાં જોડાવવા ઈચ્છા કરી હોલસેલના વેપારીના કહેવા પ્રમાણે આંગડીયા મારફતે અને રોકડા રૃ.૨૩ લાખ જમા કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ આઈફોન નહીં મળતાં મોબાઈલ અથવા પૈસાની ઉઘરાણી કરતાં તેમણે અવારનવાર ખોટા વાયદા બતાવ્યા. જેથી વિવેકને પોતાની સાથે છેતરપીંડી આચરવામાં આવી હોવાનો અહેસાસ થતાં તેણે આ અંગે નાણાકીય વ્યવહાર અને મોબાઈલ સ્કીમ અંગેના પુરાવા સાથે મહેસાણા એસઓજીમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે તેઓના જવાબ લીધા હતા.

જયારે જૈમીન સથવારાએ રૃ.૧૦ લાખ પરત આપ્યા હતા.તેમજ બાકીના રૃ.૧૩ લાખની વસૂલાત માટે બે ચેક આપ્યા હતા. પરંતુ તે બેન્કમાંથી પરત ફરતા કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.જયારે આ અંગે એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

 — આરોપીઓના નામ :(૧) ધુ્રમીલ અશોકભાઈ બારોટ રહે,મહેસાણા (૨) જૈમિન અમરતલાલ સથવારા રહે,મહેસાણા (૩) દિપેશ ઉર્ફે સની શૈલેષકુમાર જૈન રહે,મહેસાણા (૪) રોમિત વિનોદભાઈ પટેલ રહે,અમદાવાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.