વસઈના ખેડૂત સાથે ઓનલાઈન ટ્રાન્જેકશનથી 51.31 લાખની ઠગાઈ આચરી

શેર કરવા અહીં ક્લિક કરો.

 — કંપનીની પોલીસી પર રીફંડ આપવાના બહાને :

— એસબીઆઈના ડીડી, રીઝર્વ બેન્કના લોગોવાળા ફંડ રીલીઝ ઓર્ડર સહિતની રસીદો ઈમેઈલથી મોકલી વિશ્વાસ અપાવ્યો હતો :

ગરવી તાકાત મહેસાણા : અલગ અલગ કંપનીઓમાંથી સંપર્ક કરીને પોલીસી લેવાનો વિશ્વાસ અપાવી વસઈના આધેડ ખેડૂત પાસે ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને જુદા જુદા બેન્ક ખાતાઓમાં ગઠીયાઓએ ૨૦૧૪થી અત્યારસુધીમાં કુલ રૃ.૫૧૩૧૧૦૨ની રકમ જમા કરાવી ઠગાઈ આચરી હતી.

સમય થતાં પૈસા નહીં મળતાં છેવટે તેમણે આ અંગે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દિલ્હીની એક મહિલા સહિત ત્રણ શખસો સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.

વસઈમાં આવેલા જય સોમનાથ સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષિય ખેડૂત ઈશ્વરસિંહ  પ્રહલાદસિંહ ચાવડા સાથે ગઠિયાઓએ ગુનાહિત કાવતરૃ રચીને જાન્યુઆરી ૨૦૧૪થી ન્યુ દિલ્હીથી રાધિકા ઉર્ફે મધુ શર્મા, દિપક શર્મા અને કોઠારી સહિતના શખસોએ જુદા જુદા નંબર પરથી વે ટુ કેપીટલ, બીઝનેશ કેપીટલ સોલ્યુસન, આઈજીએમએસ સર્વિસ જેવી કંપનીના નામો ધારણ કરીને તેમના બેંક ખાતામાં પોલીસીની પૈસા રીફંડ આપવાની લાલચ આપીને રૃ.૨૮.૮૬ લાખ જેટલી રકમ જમા કરાવી હતી.

ત્યારબાદ,તા.૨૩-૧૨-૨૦૨૧થી તા.૩૦-૩-૨૨ સુધી રાધીકા ઉર્ફે મધુ, દિપક અને કોઠારીએ ન્યુ દિલ્હી ખાતેની એનપીસીઆઈ શાખામાંથી વિવિધ હોદ્દાની ઓળખ આપીને ફરીયાદી સાથે વાત કરી એસબીઆઈના ડીડી, આરબીઆઈના લોગોવાળા ફંડ રીલીઝ ઓર્ડર, એનપીસીઆઈ ગર્વમેન્ટ કોર્પોરેશન નામની રસીદો ઈમેઈલ તેમજ વોટસઅપના માધ્યમથી મોકલી આજદીન સુધી તમામ પોલીસીના બોનસ સાથેની રકમ રૃ.૮૦૮૬૭૧૫ થયેલ છે તે પરત આપીશું તેવી ખાતરી આપી

અલગ અલગ ચાર્જ પેટે બીજા રૃ.૨૨૪૪૪૧૦ ભરાવી ગર્વમેન્ટ વેબસાઈટ ચેમ્પિયન ઉપર ફાઈલ બતાવી વિશ્વાસ કેળવી છેતરપીંડી આચરી હતી. છેવટે આ પ્રકરણ વસઈ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ખેડૂતની ફરીયાદના આધારે પોલીસે ઠગાઈ અને પૂર્વયોજીત કાવતરૃ રચવાના મામલે દિલ્હીના ઠગો  સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.