વહેલી સવારે 5 વાગે પોલીસ અમીરગઢ રસ્તા પર તપાસ કરી રહી હતી ત્યારે ઘટી ઘટના

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ તપાસ દરમિયાન અજાણ્યા શખ્સોએ 3 રાઉન્‍ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા છે. સોમવારે વહેલી સવારે 5 વાગે પોલીસ અમીરગઢ રસ્તા પર પોલીસ તપાસ થઇ રહી હતી. ત્યારે કાળા રંગની ક્રેટા કાર ઉભી રાખી હતી. તેમાંથી ચાર શખ્સોએ અંધાધૂંધ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે ગાડી સહિત એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પંજાબ પાસિંગની કાળા રંગની ક્રેટા રાજસ્થાન તરફ જઇ રહી હતી. જેનો નંબર PB.06.AU.7109 છે.

પંજાબ પાસિંગની કાળા રંગની ક્રેટા રાજસ્થાન તરફ જઇ રહી હતી. જેનો નંબર PB.06.AU.7109 છે. આ દુર્ઘટનામાં ફાયરિંગ કરનારા 3 શખ્સો ભાગવામાં સફળ થયા છે. જ્યારે 1ની ધરકપડ થઇ ગઇ છે. સામે આવતી માહિતી પ્રમાણે ગેરકાયદે હથિયારોથી આ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાની પોલીસ બોર્ડર પર પહોંચી ગઇ હતી. ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: