રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક પડી ભાંગતાં ગુજરાત સરકારના સાડા ચાર લાખ સરકારી કર્મચારીઓ 

શેર કરવા અહીં ક્લિક કરો.

સરકાર સાથે સમાધાન બેઠક પડી ભાગતાં હવે કર્મચારી મંડળે તા.17થી લડત યથાવત રાખવાનું નકકી કર્યુ

સરકારી કર્મચારીઓના જુદા જુદા જુદા 15 પડતર પ્રશ્નો અંગે ગુજરાત સરકારના કર્મચારીઓએ લડતનું એલાન

ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – રાજય સરકારના સાડાચાર લાખ જેટલા સરકારી કર્મચારીઓના જુદા જુદા જુદા 15 પડતર પ્રશ્નો અંગે ગુજરાત સરકારના કર્મચારીઓએ લડતનું એલાન આપેલ છે અને આગામી તા.17થી આંદોલન શરૂ કરવાનું એલાન આપેલ હતું તે પૂર્વે ગઈકાલે સાંજે સરકારે ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સાથે બેઠક યોજી હતી. જો કે આ સમાધાન બેઠક પડી ભાંગી હતી. આથી હવે કર્મચારી મંડળે તા.17થી લડત યથાવત રાખવાનું નકકી કર્યુ છે.

મંડળના હોદેદારોના જણાવ્યા મુજબ મુળ જીપીએફ જુની પેન્શન યોજનાનો સત્વરે અમલ કરવો, ફિકસ પગારની પ્રથા બંધ કરવી અને હાઈકોર્ટના ચુકાદા મુજબ મુળ તારીખથી લાભો આપવા, રહેમરાહે નોકરી મૂળ સ્વરૂપે ચાલુ કરવી તથા વર્ગ-4ની આઉટ સોર્સીંગ ભરતી બંધ કરી નિયમીત ભરતી કરવી. કર્મચારીઓની 50 વર્ષની વયમર્યાદા બાદ તમામ ખાતાકીય પરિક્ષાઓમાંથી મુકિત આપવી, સાતમા પગારપંચ મુજબ 10-20-30 વર્ષે ઉચ્ચતર પગારધોરણ મૂળ તારીખથી કોઈપણ જાતની પગાર મર્યાદા વિના આપવું. તથા વયનિવૃતિ 58થી વધારી 60 વર્ષ કરવી તથા તા.30/6ના રોજ વયનિવૃત થનાર થયેલને એક ઈજાફો ઉમેરી લાભ આપવો.

જયારે નિવૃતિ પછીની પુન: નિમણુંક સંપૂર્ણ બંધ કરવી અને નિયમીત ભરતી કરવી ખાતાકિય પરીક્ષાઓ મુળ ખાતા મારફતે લેવાય તેવી વ્યવસ્થા કરાવવી અન્યથા શર્તી પ્રમોશન આપવા. કર્મચારીઓને ગાંધીનગરમાં આપેલ રાહત દરના પ્લોટની જેમ જીલ્લાના કર્મચારીઓને પ્લોટ આપવા અથવા હાઉસીંગ બોર્ડના મકાનોમાં અગ્રતાના ધોરણે રાહત દરે મકાનની ફાળવણી કરવી, પંચાયત, બોર્ડ નિગમ મહાનગરપાલિકા અને નગરપાલીકાના કર્મચારીઓને રાજય સરકારના કર્મચારી ગણવા અને રાજય સરકારના કર્મચારીઓને મળતા તમામ લાભો આપવા વિગેરે પડતર માંગણી નહી સ્વીકારાય ત્યાં સુધી લહત ચાલુ રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.