સુઇગામ તા.પંચાયતની બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ભાજપ કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયા

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, સુઈગામ

બુધવારે ચૂંટણી ભાજપના 9 તેમજ કોંગ્રેસ ના 7 સદસ્યો..કોંગ્રેસ તોડજોડ ની નીતિ અપનાવે તો નવાઈ નહિ.

સુઇગામ તાલુકા પંચાયતની પ્રથમ ટર્મ પુરી થતાં બીજી ટર્મની ચૂંટણી બુધવારે યોજાનાર છે,જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સદસ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખ તરીકે દાવેદારી કરતાં બુધવારે તેની ચૂંટણી હોઈ અને કોંગ્રેસમાંથી થયેલી દાવેદારી તોડજોડ કરે તેવી સંભાવના છે.
સુઇગામ તાલુકા પંચાયતની પ્રથમ ટર્મ પુરી થતાં બીજી ટર્મની ચૂંટણી બુધવારે યોજાનાર હોઈ અને ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષમાંથી પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી થઈ હોઈ રસાકસી થાય તેવી સંભાવના છે,કુલ 16 તા.પંચાયત સદસ્યો પૈકી 9 ભાજપના સભ્યો છે,જ્યારે કોંગ્રેસ ના 7 સભ્યો જ છે,બીજી ટર્મ માટે પ્રમુખ માટે અનુ.જાતિ માટે સીટ રિઝર્વ હોઈ ભાજપ માંથી અનુજાતિના એક જ સભ્ય અને સા.ન્યાય સમિતિના ચેરમેન મેવાભાઈ હેમજીભાઈ કલાલે દાવેદારી નોંધાવી છે.

આ પણ વાંચો – આવનારી વિધાનસભા ચુંટણીમાં 182 માંથી 182 શીટો જીતીશુ: સી.આર.પાટીલ

ઉપપ્રમુખ માટે સતીબેન જગદીશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે,જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે પરમાર રગાંબેન નાનજીભાઈ પરમાર અને ઉપ પ્રમુખ માટે સુથાર કંકુબેન ગંગારામભાઈએ દાવેદારી કરી છે,હાલ કોંગ્રેસ પાસે 7 સભ્યો જ છે,અને ભાજપ પાસે 9 સભ્યોની બહુમતી હોવા છતાં કોંગ્રેસ તરફથી નોંધવાયેલ ઉમેદવારીને લઈ કોંગ્રેસ તોડજોડની નીતિ અપનાવશે કે કેમ તેવી અટકળો ને લઈ બુધવારે યોજાનાર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રસપ્રદ બની છે.
રીપોર્ટ – નવિન ચૌધરી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.