— લગ્નની લાલચ આપી મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા
— નગ્ન ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી:પરણિત યુવક એક સંતાનનો પિતા હોવાનું સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ
ગરવી તાકાત ગાંધીનગર : દહેગામ શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ શહેરની એક ૨૫ વર્ષીય મહિલાએ લગ્ન કરવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી નગ્ન ફોટોગ્રાફ્સ પાડી વાયરલ કરી દેવાની ધમકી આપી હોવાની તેમજ આરોપી યુવક પરણિત અને એક સંતાનનો પિતા હોવાની જાણ યુવતીને થતાં યુવતીએ તેના વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
યુવક યુવતીને અવારનવાર બહાર ફરવા લઈ જવાના બહાને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સબંધ બાંધી નગ્ન ફોટો પડયા હતા. નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી શારીરિક સબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ અપાતાં ભાંડો ફૂટયો હતો. જેને લઇ સમગ્ર ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રવિ હિમાંશુભાઈ દવે વિરુદ્ધ દહેગામની જ છૂટાછેડા લીધેલી યુવતીએ લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સબંધ બાંધવા મજબૂર કરતો હતો.
તે યુવતીને તેની સાથે પડેલા નગ્ન ફોટા વાયરલ કરી દેવાની વારંવાર ધમકી આપી શારીરિક સબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રવિ હિમાંશુભાઈ દવે પરણિત હોવાની સાથે એક સંતાનનો પિતા હોવાની યુવતીને જાણ થતાં યુવતીએ રવિ હિમાંશુભાઈ દવે વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
— સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો:
દહેગામ શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ૨૫ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યા બાદ યુવતિને જાણ થઈ કે યુવક પરણિત હોવા ઉપરાંત એક સંતાનનો પિતા છે સાથે સાથે નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક સબંધ બાંધતા યુવક વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સમગ્ર ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.