જેમનુ હાલમાં જ મોત થયુ છે એ ભુતપૂર્વ સાંસદ તથા મંત્રી રહી ચુકેલા લીલાધરભાઈ વાઘેલાના પોત્ર અજયભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. અજયભાઈ વાઘેલાએ અગાઉ કોન્ગ્રેસના પ્રદેશ મંત્રી તથા મહેસાણા – બનાસકાંઠા જીલ્લાના પ્રભારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
વર્ષ 2018માં લીલાધરભાઈ વાઘેલાના પૌત્ર અજયભાઈ વાઘેલા કોન્ગ્રેસમાં જોડાયા હતા. તેઓ અગાઉ ભાજપમાં હતા પરંતુ તેમની મોવડી મંડળ દ્વારા સતત અવગણના થતી હોવાથી અજયભાઈએ કોન્ગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.કોન્ગ્રેસના અજયભાઈ વાઘેલાનુ રાજીનામુ અંગત કારણોસર આવ્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તેઓએ થરાદના mla ગુલાબસીંહ રાજપુતને પોતાને અપાયેલ જવાબદારી બદલ ધન્યવાદ પ્રગટ કર્યો હતો. તથા તેમને ગુલાબસીંહને જણાવ્યુ હતુ કે તેઓ હમ્મેષા ગાંધીવાદી વિચારધારા ઉપર ચાલશે.તેઓ કોન્ગ્રેસ છોડી ભાજપમાં જશે એવી સંભાવનાઓ નહીવત છે. કારણ કે, કોન્ગ્રેસના અજયભાઈ વાઘેલાએ પારીવારીક જવાબદારીઓ તથા સામાજીક કારણોસર પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.

કોન્ગ્રેસનો આજે 136 મો સ્થાપનાદીન હોવાથી તેમને ફેસબુક પોસ્ટ મારફતે દેશવાશીયોને શુભકામના આપતી પોસ્ટ પણ કરેલી.