કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મગનસિંહજી ચમનસિંહજી વાઘેલાનું આકસ્મિક નિધનથતાં કાંકરેજ પંથકમાં ઘેરl શોકની લાગણી પ્રસરી

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના રાણકપુર ના વતની પૂર્વ ધારાસભ્ય લોક ચાહના ધરાવનાર દરેક વર્ણના લોકલાડીલા મગનસિંહજી ચમનસિંહજી વાઘેલાનું હૃદયના હુમલાથી ગઈ કાલે નિધન થતા આજે સવારે ૯ કલાકે સ્વ.નો પાર્થિવ દેહ માદરે વતન રાણકપુર થી પાલખીયાત્રામાં થરા માર્કેટયાર્ડ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવેલ.ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી અને કાંકરેજ તાલુકા ના ધારાસભ્ય કીર્તિસિંહ પી. વાઘેલા,ડીસા તાલુકાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,બ.કાં. જિલ્લા પ્રભારી સુરેશભાઈ શાહ,બનાસ બેન્કના પૂર્વ ચે

રમેન અને એ.પી.એમ.સી.થરાના ચેરમેન અણદાભાઈ પટેલ,સેક્રેટરી હસમુખભાઈ ચૌધરી,થરા સ્ટેટમાજી રાજવી અને થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા,બ.કાં.જિલ્લા ભાજપ મહામંત્રી ડાયાભાઈ પીલિયાતર, પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા,પુરણસિંહ જે.વાઘેલા ભલગામ ચેરમેન સહકાર અને સિંચાઈ સમિતિબ.કાં.જિલ્લા પંચાયત,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મહામંત્રી ઈસુભા વાઘેલા,અમિભાઈ દેસાઈ,થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા કે.વાઘેલા, હર્ષદભાઈ જે શાહ.થરા જે.વી. શાહ રેફરલ હોસ્પિટલના અધિકક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી, ડો.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,અખાભાઈ પટેલ,હીરાભાઈ જોષી, અચરતલાલ ઠક્કર,ભરતસિંહ વાઘેલા ભલગામ,ઝેણુંભા વાઘેલા,નિરંજનભાઈ ઠક્કર, સી.વી.ઠાકોર,ગીરીશભાઈ પટેલ, રાજુભાઈ પ્રજાપતિ,ઉમેશભાઈ
પ્રજાપતિ,ચતરસિંહ વાઘેલા, ચરણસિંહ આંગણવાડા તેમજ રાજપૂત સમાજના દરેક ગામના આગેવાનો,યુવાનો,બ.કાં.જીલ્લા ભાજપ/કોંગ્રેસ તેમજ તાલુકા ભાજપ/કોંગ્રેસના રાજકીય, સહકારી તેમજ સામાજીક આગેવાનો,કાંકરેજ તાલુકાના ડેલિકેટો,કાંકરેજ તાલુકામાંથી ખૂબજ વિશાળ સંખ્યામાં સ્વ.મગનસિંહજી વાઘેલાના અંતિમ યાત્રાના દર્શન કરી પુષ્પાંજલિ અર્પી થરા થી રાણકપૂર ખાતે સ્મશાનયાત્રામાં જોડાયા હતા.સ્વ.મગનસિંહજી વાઘેલા કાંકરેજ તાલુકાના મત વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા ત્યાર થી મતવિસ્તાર અનેક કાર્યો કરવાથી લોકોમાં ચાહના મેળવી હતી.શ્રી રાજપૂત સમાજના પડખે ઊભા રહીને સમાજના કાર્યો કર્યા છે.કાકરેજ તાલુકામાં લોકચાહના ધરાવતા અને રાજપૂત સમાજના અગ્રણીનું અવસાન થતાં કાકરેજ વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.