ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લો સાબરકાંઠા થી અલગ થયે વર્ષો વિતિગયા છે છતાં જિલ્લા ની કેટલી કચેરીઓ ને પૂરતી વ્યવસ્થા મળી નથી પૂરતી સુવિધાઓ થી સજ્જ નથી તેવી જ આર ટી ઓ કચેરી છે જ્યાં કોન્ટ્રાકટ કંપની ના વાંકે પ્રજા હેરાન થઈ રહી છે . કોન્ટ્રાકટ કંપની એ ટેસ્ટ ટ્રેકના કરેલા અધૂરા કામ ના લીધે અરવલ્લી ની જનતા ને દ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે 150 કિલોમીટર જેટલું અંતર કાપીને હિંમતનગર આરટીઓ માં ટેસ્ટ દ્રાઈવ આપવા જવું પડે છે ત્યારે પ્રજાના પૈસા અને સમય નો વ્યય થાય છે  ત્યારે અરવલ્લી આરટીઓ કચેરીને મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક ફાળવવા માં આવે અને પ્રજા ને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને વાહન વ્યવહાર કમિશનર ને પત્ર લખી રજુઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અરવલ્લી આર ટી ઓ ને મેન્યુઅલ ટેસ્ટ લેવાની પરવાનગી આપવા રજુઆત કરી છે.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી