નાગરીક બેંકના પુર્વ MD રાજેન્દ્રભાઈ પટેલની કડી APMC માં ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી !

શેર કરવા અહીં ક્લિક કરો.

કડી તાલુકાની ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિના સભાસદોની અઢી વર્ષની મુદત તા 21-03-2021ના રોજ પુરી થઈ હોઈ, દરેક સભાસદોને સામાન્ય સભા ચુંટણી માટે મુકવામાં આવેલા એજેન્ડા પસાર કરાયા બાદ હવે ચુંટણી યોજવામાં આવશે તેમ ચુંટણી અ ધિકારી દ્વારા દરેક સભાસદોને જાણ કરવામાં આવી છે.

ચુંટણીની મુદ્દત ત્રીજા મહિનામાં પુરી થઈ હોવાથી તેમજ કોવિડ 19ના કારણે તેમજ છ મહિના પુરા થતા હોઈ ચુંટણીનુ જાહેરનામુ બહાર પાડી તેની તૈયારીઓ શરૂ કરવામાં આવનાર હતી. જેને લઇ એપીએમસી હોલમાં તા 23-09-2021ના રોજ ચુંટણી અધિકારી ગાંધીનગરની અધ્યક્ષતામાં સભ્યોએ ચેરમેને તરીકે બિનહરીફમાં કડી નાગરિક બેંકના એમ.ડી. રાજેન્દ્રભાઈ પટેલ સર્વાનુમતે અને  ડરણ – મોરવા નિવાસી વાઈસ ચેરમેન તરીકે બળદેવભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – કડીમાં નરાધમે યુવતી સાથે રેપના ઈરાદે લેંગીઝ ખેંચી, પીડિતાએ હંગામો મચાવી દેતા આરોપી મારપીટ કરી ફરાર !

એપીએમસીના ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયામાં  નક્કી કરતા નાગરિક બેંકના એમડી  રાજેન્દ્રભાઇ પટેલને સર્વાનુમતે ચેરમેન તરીકે તથા ડરણ-મોરવા નિવાસી  બળદેવભાઈ પટેલને વાઈસ ચેરમેન તરીકે પસંદગી કરી, કડી એપીએમસીના વર્તમાન ચેરમેન તથા મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે તથા એપીએમસીના તમામ ડિરેક્ટરઓએ બંને હોદ્દેદારોને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયામાં કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, કડી નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ તથા અન્ય ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડીમાં ચેરમેને તરીકે નવ નિયુક્ત થયેલ નાગરિક બેંકના એમ.ડી. રાજેન્દ્રભાઈ પટેલને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.