પાલનપુરની એક હોટેલમાં વકીલ વિરૂદ્ધ એનડીપીએસનાં ખોટા કેસનાં ગુનામાં આઈપીએસ સંજીવ ભટ્ટની સામે ગુનો નોંધાયો હતો.
ગરવી તાકાત, પાલનપુર,તા.28 – પાલનપુરની એક હોટેલમાં વકીલ વિરૂદ્ધ એનડીપીએસનાં ખોટા કેસનાં ગુનામાં આઈપીએસ સંજીવ ભટ્ટની સામે ગુનો નોંધાયો હતો. જે કેસનો પાંચ વર્ષ બાદ ચુકાદો આવતા આઈપીએસને પાલનપુરની કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેની સજા અંગે આજે ચુકાદો આપવામાં આવશે.
બનાસકાંઠાના પુર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે પાલનપુરની એક હોટેલમાં રાજસ્થાનનાં એક વકીલ ઉપર વર્ષ 1996 માં એનડીપીએસનો કેસ દાખલ કર્યો હતો. જોકે તે કેસ સંજીવ ભટ્ટે ખોટો દાખલ કર્યો હોવાનું અને વકીલને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. જેને પગલે પુર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ગુન્હો નોંધાતા સીઆઈડી ક્રાઈમ દ્વારા વર્ષ 2018 માં ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ અંદાજીત પાંચ વર્ષ ચાલ્યો હતો જેનો ચુકાદો બુધવારે પાલનપુરની કોર્ટે આપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને નિર્દોષ ઠેરવ્યા હતા. જેની સજા આજરોજ ગુરૂવારે બપોર બાદ નકકી કરવામાં આવશે તેવુ સુત્રો દ્વારા માહીતી મળી હતી.