ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું બેટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. તેણે શનિવારે એક વીડિયો શેર કરીને આ અંગેની જાણકારી પણ આપી હતી. આ પહેલીવાર છે જ્યારે ક્રિકેટ બેટને અવકાશમાં મોકલવામાં આવ્યું છે. આ બેટ સાથે યુવરાજ સિંહની યાદો પણ જાેડાયેલી છે.
ભારતીય ટીમનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે જે બેટથી પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી, તેને અવકાશમાં મોકલવામાં આવ્યો છે. વર્ષ 2003 માં યુવીએ ઢાકાનાં શેર-એ-બંગાળ સ્ટેડિયમમાં પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. યુવરાજનાં બેટને અવકાશમાં મોકલવાની પહેલ ગયા અઠવાડિયે એશિયાનાં દ્ગહ્લ્ માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનાં સહયોગથી કરવામાં આવી હતી. કંપનીએ યુવરાજને દ્ગહ્લ્ જારી કરવા તેની સાથે ભાગીદારી કરી છે. આપને જણાવી દઇએ કે, ભારતનાં સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે વર્ષ 2003માં ઢાકા, બાંગ્લાદેશમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે તે મેચમાં અણનમ 102 રનની ઇનિંગ રમી હતી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. યુવીએ જે બેટ વડે આ સદી ફટકારી હતી તેને હવે અવકાશમાં મોકલી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પહેલ ગયા અઠવાડિયે એશિયાના માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાથે મળીને કરવામાં આવી હતી. કંપનીએ યુવરાજને દ્ગહ્લ્ જારી કરવા તેની સાથે ભાગીદારી કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો છે. આ 3D વિડિયો ડિસેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં Colexionની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
અન્ય ઈવેન્ટમાં, ભારતની 2011 વર્લ્ડકપ વિજેતા ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું બેટ દુબઈમાં હરાજીમાં રૂ. 18,84,875માં વેચાયું હતું, જ્યારે ડેવિડ વોર્નરની 2016 આઇપીએલ(ઈન્ડિયન પ્રીમિયર લીગ) વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદની જર્સી 30,000 ની બોલી માટે મૂકવામાં આવે છે. ક્રિકફ્લિક્સ દ્વારા આયોજિત આ હરાજીમાં, જ્યાં વોર્નરની જર્સી માટે સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી, ત્યાં લોકોએ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ દ્વારા હસ્તાક્ષર કરાયેલા બેટનાં ડિજિટલ અધિકારોમાં પણ રસ દર્શાવ્યો હતો. ધોનીનાં નેતૃત્વમાં ભારતે 28 વર્ષ બાદ 2011માં આઇપીએલ વર્લ્ડકપ જીત્યો હતો.