ઇન્દિરાબહેનની અંતિમ ઇચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર માંડવી કરવામાં આવે. એટલે આવતી કાલે શનિવારે સવારે તેમની અંતિમયાત્રા માંડવી સ્થિત નિવાસસ્થાને બાબાવાડીથી કરવામાં આવશે. આ ઉપરાંત તેમની પ્રાર્થના સભા પણ માંડવીમાં જ સોમવારે રાખવામાં આવી છે.

મહત્વનું છે કે પૂર્વ સીએમ સુરેશ મહેતા કેશુભાઇ પટેલની સરકાર હેઠળ મંત્રી તરીકે સેવા આપી હતી. કેશુભાઇ પટેલે ઓક્ટોબર 1995માં રાજીનામું આપ્યું હતું. કેશુભાઇનાં સાથી શંકરસિંહ વાઘેલાએ તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો. તેથી સુરેશ મહેતાએ ઓક્ટોબર 1995માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને સપ્ટેમ્બર 1996 સુધી સેવા આપી હતી.