— રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરી :
–શાકભાજી, બાજરી, કઠોળ, ગૌ-શાળાનાં ઘાસચારામાં ખુબ ફાયદો થશે :
— ગામના ખેડૂતોના પાકને નુકસાન થતુ બચાવી શકાય તેમ જણાવ્યું હતું :
ગરવી તાકાત પાટણ : ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ સમક્ષ પાટણ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ઉનાળાની સીઝનમાં બનાસકાંઠાની કેનાલોમાં પાણી આપવાની શરૂઆત કરી છે. તો સદર પાટણ વિધાનસભા વિસ્તારના ખેડૂતોને પણ પાણી આપવામાં આવે તેવી માંગણી કરી હાલના સમયમાં પાણી છોડવામાં આવે તો શાકભાજી, બાજરી અને કઠોળ સહિત ગૌ-શાળા તેમજ પાંજરાપોળમાં પુરા પડાતા ઘાસચારામાં ખુબજ ફાયદો થાય તેમ છે.
ત્યારે પાટણ પંથકની સિંચાઇ વિભાગની રાજપુર કેનાલ તેમજ વત્રાસર કેનાલમાં એક પાણી (પાંચ દિવસ) માટે છોડવવામાં આવે તો ખેડૂતોની તકલીફ દુર થઇ શકે અને ગુગંડી પાટી, સાંડેસરા પાટી તેમજ પાટણ ગોલાપુર, રાજપુર, ઇલમપુર, બકરાતપુરા, શેરપુરા, ખારી વાવડી, કુંણઘેર સહિત 25થી વધારે ગામના ખેડૂતોના પાકને નુકસાન થતુ બચાવી શકાય તેમ હોવાનુ જણાવતાં આ બાબતે પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ દ્વારા રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી રૂષિકેશ પટેલને પત્ર લખી રજૂઆત કરી આ બાબતે યોગ્ય કરવાની માંગ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ