ગરવી તાકાત,મહેસાણા

મહેસાણા શહેરના ભાન્ડુ રોડ ઉપર ધરતી સતી હોટેલ પાસેથી વિસનગર પોલીસે કુલ 14,60,200 રૂપીયાનો  વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ટ્રકમાથી કૂલ 213 પેટીઓ પરવાનગી વગરનો વિદેશી દારૂ મળી આવ્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર વિસનગર પોલીસને જાણકારી મળી હતી કે, જયપાલસીંહ  કલ્યાણસીંહ રાઠોડ નામના શખ્સનો ફોન આવતા તેમને જણાવ્યુ હતુ મહેસાણાના ભાન્ડુ રોડ ઉપર આવેલ ધરતી સતી હોટેલ પાસે ડ્રાઈવરે સફરજનથી ભરેલી વરધીની ટ્રકને અહિ રાખી ફરાર થઈ ગયેલ છે, અને સફરજનની પેટીઓ પણ ઓછી થયેલી માલુમ પડે છે. જેથી વિસનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રકની તપાસી લેતા પોલીસને માલુમ પડ્યુ હતુ કે, ટ્રક સફરજન થી નહી પરંતુ બીનપરમીટ વાળા વિદેશી દારૂ થી ભરેલી હતી.

આ પણ વાંચો – લો બોલો:પોલીસ ઉપર જ દારૂને સગે-વગે કરવાનો આરોપ, 9 પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ

જેથી આ વિદેશી દારૂથી ભરેલી ટ્રકને પોલીસે કબ્જે કરી લીધી હતી.જેમાં કુલ 253 પેટીઓ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કુલ કિમત 14,60,200 જેટલી થાય છે.આમ આ ટ્રકની કીમંત 15 લાખ,સફરજનની પેટી  કીમંત 1 લાખ,મોબાઈલ નંગ 1 જેની કીમત 4000/- એમ કુલ 30,64,200/- રૂપીયાના મુદ્દા માલ સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપી પાસે પુછતાછ કરતા તેને બીજા એક આરોપીનુ નામ પણ કબુલ્યુ હતુ.

જેથી વિસનગર પોલીસે (1) જાટ જોગારામ સેમ્ભુરામ, રહે – જાટોકા બેરા સરલા, તા- ચોહટન, જી – બાડમેર,રાજેસ્થાન, (2) બીશ્નોઈ લાદુરામ જાની, રહે – ચીતલવાના, તા – સાંચોર, જી –ઝાલોર, રાજેસ્થાન ની વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ કેસ દાખલ કરી આ આખા રેકેટને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: