બહુચરાજી APMCની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમવાર કિરીટ પટેલ વિઠ્ઠલભાઇ પટેલને હારનો સ્વાદ ચખાડ્યોં

શેર કરવા અહીં ક્લિક કરો.
બહુચરાજી એપીએમસીની સ્થાપના થઇ તે સમયથી ચેરમેન પદે સહકારી માધાંતા વિઠ્ઠલભાઇ પટેલનો દબદબો હતો 

ખેડૂત વિભાગમાં 269માંથી 264 મતદારોએ મતદાન કરતાં કિરીટ પટેલને 158 તથા વિઠ્ઠલભાઇ પટેલને 104 મત મળ્યાં હતા 

ગરવી તાકાત, બહુચરાજી તા. 30 – છેલ્લા એક મહિનાથી સહકારી રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલ બહુચરાજી માર્કેટયાર્ડના ખેડૂત વિભાગની એક બેઠક માટે શુક્રવારે યોજાયેલી પેટાચૂંટણીમાં 98.14 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી શનિવારે સવારે માર્કેટયાર્ડ ખાતે યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ ધરાવતાં ઉમેદવાર કિરીટ પટેલને 158 મત મળ્યાં હતા જેની સામે પીઢ સહકારી અગ્રણી એવા વિઠ્ઠલભાઇ પટેલને માત્ર 104 મત મળ્યાં હતા. જેને પગલે પીઢ સહકારી અગ્રણી અને જેમનો સહકારી ક્ષેત્રે ભારે દબબદો છેતેવા વિઠ્ઠલભાઇ પટેલની ચૂંટણીમાં હાર થઇ હતી. બહુચરાજી એપીએમસીની આ રસાકસીભર્યા ચૂંટણી જંગમાં કિરીટ પટેલ 54 મતોથી વિજયી બન્યાં હતા.

અત્રે એ પણ મહત્વનું છે કે બહુચરાજી એપીએમસીની સ્થાપના કરવામાં આવી તે સમયથી જ બહુચરાજી એપીએમસી પર વિઠ્ઠલભાઇ પટેલનો જ દબદબો રહ્યો હતો અને દર વખતની બહુચરાજી એપીએમસીની ચૂંટણીમાં માત્રને માત્ર વિઠ્ઠલભાઇ પટેલ જ વિજય બનતાં આવ્યાં હતા. આ વખતની બહુચરાજી એપીએમસીની આ પ્રથમ ચૂંટણી હશે જેમાં ભાજપનો મેન્ડેડ ધરાવતાં કિરીટ પટેલ પ્રથમ વખત સહકારી માંધાતાં એવા બહુચરાજી એપીએમસીના પૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલને હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં અત્યાર સુધી કિરીટ પટેલ  એવા ચેરમેન બનશે જેમને વિઠ્ઠલભાઇ પટેલને હારનો સ્વાદ ચખાડ્યો છે.

ખેડૂત વિભાગની એક બેઠક માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિરીટભાઇ પટેલ દેવગઢ સામે જિલ્લા સહકારી સંઘના ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી કરતાં ચૂંટણી રસપ્રદ અને પ્રતિષ્ઠાભર્યો જંગ બની હતી. શુક્રવારે સવારે મતદાન શરૂ થવાના સમયે બંને જૂથના કેમ્પમાં લઇ જવાયેલા મતદારોને સીધા માર્કેટયાર્ડમાં મતદાન સ્થળે લવાયા હતા. જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 269 પૈકી 264 મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન બાદ બંને જૂથોએ જીતનો દાવો કર્યો હતો. જોકે, શનિવારે મત ગણતરી બાદ જ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. જેમાં ભાજપના કિરીટ પટેલનો ઝળહળતો વિજય થયો હતો જ્યારે વિઠ્ઠલભાઇ પટેલનો પરાજય થયો હતો.

એક બેઠક ખાલી પડતા જાહેર કરાઈ હતી પેટાચૂંટણી 
બહુચરાજી APMC આમ તો સાવ નજીવી આવક ધરાવતું ખેત ઉત્પાદન બજાર છે. આ APMCની આખા વર્ષની માંડ 40 લાખ જેટલી માર્કેટ ફીની આવક છે. એટલે કે આ APMC રાજ્યની અન્ય APMCની તુલનામાં ખૂબ નાનું બજાર કહી શકાય. પણ આ નાના ખેત ઉત્પાદન બજારની ચૂંટણી એટલી રસપ્રદ બની જાય છે કે આખા રાજ્યના સહકારી રાજકારણનું ધ્યાન આ ચૂંટણી તરફ ખેંચાઈ જાય છે. અગાઉ ભાજપના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે આ બજારમાં પેનલ ઉતારી અને તેમણે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું. પણ રજની પટેલની પેનલ ચૂંટણી ન જીતી શકી. હવે આ બજારમાં ખેડૂત વિભાગમાં એક બેઠક ખાલી પડતા પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.