આ વખતે આઈ.પી.એલ. 19 સપ્ટેમ્બરથી યુએઈ.માં  શરૂ થવાની છે. જેમા પહેલી મેચ અબુ ધાબીમા ચેન્નઈ સુપરકીંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ ની વચ્ચે રમાશે.આ વખતની આઈ.પી.એલ ની 13 મી સીઝન છે.

2020 ની આઈ.પી.એલ. માં સૌપ્રથમ વાર કોઈ અમેરીકાના ખેલાડી રમતો જોવા મળેશે,કોલકત્તા નાઈટ રાઈડરે આઈ.પી.એલ. ના આગામી સત્ર માટે ફાસ્ટ બોલર તરીકે અલી ખાન ને લેવા માંગે છે. એક રીપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડરે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર હૈરી ગર્ની ની જગ્યાએ અલી ખાનને પસંદ કર્યો છે. પરંતુ આઈ.પી.એલ. થી અનુમતી મળવાની બાકી છે.

આ પણ વાંચો- રાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા

હૈરી ગર્નીના સોલ્ડરનુ ઓપરેશન કરવાનુ છે, જેથી તતેેન આઈ.પી.એલ.માથી નામ પાછુ ખેચી લીધુ છે. અલી ખાનની વાત કરવામાં આવે તો એ ટ્રીનબાગો નાઈટ રાઈડર નામની ટીમમાથી રમી ચુક્યો છે, જે કેરેબીયન પ્રીમીયર લીંગની ટાઈટલ પણ જીતી ચુક્યા છે.અલી ખાને 2018 માં કેનેડા ગ્લોબલ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોમાં સારૂ પ્રદર્સન કર્યુ હતુ.