આગની ઘટનાઓ બાદ, રાજ્યમાં 12 સુધી કુલ 1024 એકમોને ફાયર NOC આપવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતની અનેક હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓ સંદર્ભે ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં સરકાર તરફથી પોતાના સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે કે, ઘણા સમયની કામગીરીથી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં શાળા અને હોસ્પિટલોમાં અગાઉની સરખામણીએ સ્થિતિમાં સુધારો આવ્યો છે. 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 1024 એકમોને ફાયર એનઓસી આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં અપાયેલી ફાયર એનઓસીનો રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. સોગંદનામામાં કહેવાયું છે કે, 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં કુલ 1024 એકમોને ફાયર એનઓસી આપવામાં આવી છે. રાજ્યની અલગ- અલગ મહાનગરપાલિકાએ કરેલી કામગીરી દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓ પણ પડી છે, પરંતુ તેમ છતાં મહાનગરપાલિકાના વિસ્તારોમાં હોસ્પિટલોને 670, શાળાઓને 141 બહુમાળી બિલ્ડીંગને 196 અને અન્યને 17 આમ કુલ 1024 એકમોને ફાયર સેફટી એનઓસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન : શિક્ષણ સમિતિના સભ્યોને કાયમી કરવાનુ કૌભાંડ સામે આવતા ચકચાર

રાજ્ય સરકારે જણાવ્યું છે કે, અગાઉની પરિસ્થિતિએ હાલ શાળાઓ અને હોસ્પિટલોની પરિસ્થિતિમાં સુધાર પણ જાેવા મળ્યો છે. આગામી સમયમાં પણ આ વ્યવસ્થા ઝડપી બનાવામાં આવશે. જેથી તમામ જગ્યાએ એનઓસી અને બીયુ પરમીશનને લઈને કોઈ પ્રશ્ન ઊભો ન થાય.અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર ર્દ્ગંઝ્રના મુદ્દાને હાઈકોર્ટની ફટકાર બાદ ગંભીરતાથી લઈને અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓમાં ચેકિંગ કરી અને ફાયર એનઓસી લેવા માટે તેમજ ફાયર સિસ્ટમ નાખવા સૂચના આપી હતી.  રિન્યુ માટે લેટર પણ લખ્યા હતા. ફાયર એનઓસી માટે નોટિસ આપ્યા બાદ પણ સમયમર્યાદામાં એનઓસી ન મેળવતા આજે ફાયર વિભાગે કડક પગલાં લેતા 95 જેટલી હોસ્પિટલને કલોઝર નોટિસ આપી અને 7 દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડી અને હોસ્પિટલ બંધ કરવા જણાવ્યું છે.

એક વર્ષમાં જ રાજ્યની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં લાગેલી આગમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક મહિના પહેલા ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થયા હતા. છેલ્લા એક વર્ષમાં રાજ્યના ભરૂચ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. ભરૂચ, અમદાવાદ અને રાજકોટમાં લાગેલી આગમાં 31 દર્દી ભડથું થયા જ્યારે સુરતની આયુષ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કર્યા હતા જેમાં 5 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.