ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં નિશાચર પ્રાણીઓ માનવ વસ્તી તરફ દેખા દેતા પ્રજાજનોમાં આહટ ઉભી થઈ છે છેલ્લા ૧૫ દિવસ થી મેઘરજ પંથકમાં વાઘ ફરતો હોવાનો અને રોડ પરથી પસાર થતા રાહદારીઓએ વાઘ જોયો હોવાની લોક વાયકાને વનવિભાગ તંત્ર વાઘ નહિ પણ દીપડો હોઈ શકે છે તેવું સ્પષ્ટ માની રહ્યું છે મેઘરજના બેહડજ વિસ્તારમાં ફરતા હિંસક પ્રાણીને પાંજરે પુરાવા પાંજરું પણ મુકવાનું મુનાસીબ ન સમજતા મેઘરજ નજીક માલપુર તાલુકાના મેવડા ગામે શનિવારે રાત્રે ગામમાં હિંસક પ્રાણી ત્રાટકી વાછરડાનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે

માલપુરના મેવડા ગામે શનિવારે રાત્રે જગદીશભાઈ રમણભાઈ પટેલના ઘર આગળ તબેલામાં બાંધેલા પશુઓ માંથી ખૂંટે બાંધેલા ગાયના વાછરડાને હિંસક પ્રાણી ખેંચી જઈ નજીક જંગલમાં જઈ મારણ કરતા પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ભિલોડા અને શામળાજી પંથકમાં પણ પશુઓનું મારણ કરી હાહાકાર મચાવતા દીપડાને પાંજરે પુરવામા નિષ્ફળ રહેલું તંત્ર મેઘરજ-માલપુર પંથકમાં ભયનો માહોલ સર્જનાર હિંસક પ્રાણીને પાંજરે પુરાવામાં આવેની માંગ પ્રબળ બની છે

જીલ્લા વહીવટી તંત્રએ હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીઓની રજા રદ કરી સતર્ક રહેવાની સૂચના આપી હોવા છતાં માલપુરના મેવડા ગામે હિંસક પ્રાણીએ વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં દહેશત ફેલાતા ગામના જાગૃત નાગરિકોએ વનવિભાગ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ફોન ઉપાડવાની તસ્દી ન લેતા લોકોમાં રોષ ફાટી નીકળતા વનવિભાગ મંત્રી અને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા ગાઢ નિંદ્રામાં પોઢેલું વનવિભાગ તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને મેવડા ગામે પહોંચી તપાસ આદરી હિંસક પ્રાણીને પાંજરે પુરાવા પાંજરું મુકવા કામગીરી હાથધરી હતી

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી