ડીસા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અરે શહેર સંગઠન તરફથી ડીસામાં આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ગાંધીબાપુની પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્વચ્છ પાણીથી સાફ સફાઈ કરી ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા આઝાદીની લડતમાં જેમણે દેશ માટે યોગદાન આપ્યું છે અને દેશને અખંડ કરવા માટે જેમને પ્રયાસો કર્યા છે એવા લોકોની પ્રતિમાઓને સાફ-સફાઈ કરી અને માન-સન્માન આપવાનો આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને શહેર સંગઠન દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – ‘પાંડવો વખતના મનાતા’ દુદોસણ ગામ નજીક આવેલ લુણેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ
જેમાં ભારતીય જનતા પાર્ટીના ડીસા શહેર યુવા મોરચા પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ મહિલા મોરચામાં કાંતાબેન પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી અને અન્ય સદસ્યો હાજર રહી, ભારત માતાકી જય ના નારા સાથે ફુલહાર અર્પણ કર્યા હતા.