અરવલ્લી જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતની શબવાહિની માં છેલ્લા કેટલાક દિવસોથી મધ્યરાત્રિ ના સમયે એકાએક લાઇટ ચાલુ થવાની સાથે જોરજોરથી હોર્ન વાગવાની સાથે દરવાજા ખુલ્લા બંધ થવાની ઘટના સતત બનતા આજુબાજુના લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ પેદા થતા માલપુર ગ્રામ પંચાયતના સરપંચ ના પતિ મહેશભાઈ ઉપાધ્યાય અને તેમના મિત્રોએ પણ આ અંગે રાત્રી ના સમયે જાતે તપાસ કરતા તેમને પણ આવોજ અનુભવ થતા શબવાહિની નું સ્થળ બદલી હાલ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકી દેવામાં આવી છે રાજ્ય સભાના સાંસદ ની ગ્રાન્ટમાંથી માલપુર તાલુકાના લોકો માટે શબવાહિની ફાળવાઇ છે  માલપુર નગર અને તાલુકાના પ્રજાજનો માટે ભયનું અને કુતુહલ નું વાતાવરણ પેદા કરતા મદદરૂપ થવાના બદલે અભિશાપ બની હોય તેવું લાગી રહ્યું છે તેને માલપુર દરવાજાની જૂની વાવ પાસે મૂકવામાં આવી હતી શબવાહિની મૂક્યા પછી શબવાહિની મો રાત્રિના સમયે થઇ રહેલી આ ઘટનાને કારણે સ્થાનિક લોકોએ  શબવાહિની ને હટાવવાની ગ્રામ લોકોએ માંગ કરી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રાત્રીના સમયે શબવાહિની માં સાયરન તેમજ લાઈટ ચાલુ થઈ જતી હતી એટલું જ નહીં કેટલીક વાર તો શબવાહિની નુ લોક પણ ખુલી જતા અને દરવાજા ખુલી જતા હોવાથી આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ પેદા થતાં માલપુર પંચાયતના સરપંચ સહિત અન્ય લોકોએ પણ આવો જ અનુભવ થતા શબવાહિની ને માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકી દીધી છે માલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ત્રણ મહિનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખાયેલી આ શબવાહિની માં હજુ સુધી આવી કોઇ ઘટના પોલીસ સ્ટેશન ના કોઈ પણ કર્મચારીઓને અનુભવ થયો ન હોવાનું જણાવ્યું હતું વ્યક્તિના મૃત્યુ પછી અંતિમધામ સુધી પહોંચાડતી શબવાહિની  વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ ધામ સુધી પહોંચાડતી શબવાહિની હાલ અચરજ ઉભું કરતી હોય તેવું લાગી રહ્યું છે અંધશ્રદ્ધા હોય કે પછી લોકોનો વહેમ પણ હાલ તો શબવાહિની ને માલપુર પોલીસ સ્ટેશન હેઠળ સુરક્ષિત બનાવી છે

Contribute Your Support by Sharing this News: