અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

સિદ્ધપુર સરસ્વતી નદી કાંઠે આવેલ પાંચ સ્વયંભૂ મહાદેવ

July 30, 2022

ગરવી તાકાત સિદ્ધપુર :  આ સ્થળે તપસ્વી શ્રી ગુરૂમહારાજ દેવશંકર બાપાની ભૂમિ છે જેઓએ અરવડેશ્વર મહાદેવના સાનિઘ્યમાં સતત વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ જગ્યામાં પૂજ્ય ગુરૂમહારાજ શ્રી દેવશંકર બાપાનો આશ્રમ છે. સરસ્વતી નદી કાંઠે આ નગરમાં એક નહીં પણ પાંચ પાંચ સ્વયંભૂ મહાદેવ આવેલા છે જે કદાચ ગુજરાતમાં સ્વયંભૂ શિવાલયો એક સ્થળે એકથી વધારે હોય તેવું આ નગર છે.

(૧) અરડેશ્વર મહાદેવ- સરસ્વતી નદી કાંઠે આવેલ અતી પ્રાચીન શ્રી અરડેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવાલય છે :

કહેવાય છે કે અનેક સિદ્ધ ૠષિમુનીઓ બાણ ઉપાસના કરી શિવ સામ્રાજ્ય મેળવેલ આ જગ્યાનું વાતાવરણ તમામ પ્રાકૃતિક સંપત્તિઓથી ભરપૂર છે. સાધના ઉપાસના માટે પ્રેરણાદાયક છે. આ સ્થળે તપસ્વી શ્રી ગુરૂમહારાજ દેવશંકર બાપાની ભૂમિ છે જેઓએ અરવડેશ્વર મહાદેવના સાનિઘ્યમાં સતત વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ જગ્યામાં પૂજ્ય ગુરૂમહારાજ શ્રી દેવશંકર બાપાનો આશ્રમ છે. અહીં એક અરવડેશ્વર મહાદેવના દર્શનનું અને બીજો ગુરૂમહારાજના દર્શનનો એમ બે દર્શનનો મહિમા છે. અહીંયા શ્રાવણ માસનાં છેલ્લાં સપ્તાહ દરમ્યાન ચોવીસ કલાક ઓમ નમઃ શિવાયની ઘૂન રહે છે.

(૨) બ્રહ્માડેશ્વર મહાદેવ- સરસ્વતી નદી કાઠે આવેલ બ્રહ્માડેશ્વર મહાદેવ સ્વયંભૂ મહાદેવ આવેલ છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને

વિશાળ જગ્યામાં પથરાયેલું છે. સ્વયંમ બ્રહ્માજીએ શિવલીંગની સ્થાપના કરી હોવાથી આ શિવલીંગને બ્રહ્માડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ શિવલીંગ સ્વયં દેવો દ્વારા સ્થાપીત થઈ સર્વપ્રથમ પૂજાય છે તેથી તેના દર્શન અને પૂજા માત્રથી સઘળી પાપો દૂર થાય છે.

(૩) વાલકેશ્વર મહાદેવ- સરસ્વતી નદી કાંઠે આવેલ વાલકેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલીંગ છે :

આ શિવાલયની સ્થાપના બ્રહ્માજીના કહેવાથી વાલ્યખિલ્ય મુનિઓએ કરી હતી. પૌરાણોમાં વર્ણવ્યા મુજબ સરસ્વતી નદીમાં સ્નાન કરી વાલ્યખિલ્યેશ્વર મહાદેવની વિધિવત ઉપાસના પૂજા કરે તે બ્રહ્મ, હત્યાના પાપમાંથી છૂટી જાય છે. શિવની ઉપાસના માટે આ ઉત્તમ સ્થાન છે. વાલ્યખિલ્ય ૠષિનું ઈન્દ્રદેવે અપમાન કરતાં ૠષિમુનિઓએ શ્રાપ આપેલ અને તેમને અહીં મંદિર બનાવેલ તમામ મંદિરની આજીજી કરતા દેવાધીદેવ મહાદેવ આ જગ્યાએ પ્રગટ થયેલ ત્યારથી આ મહાદેવનું નામ વાલકેશ્વર મહાદેવ પડ્યું હતું.

(૪) સિઘ્ધેશ્વર મહાદેવ- બિંદુ સરોવર પાસે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલીંગ છે :

કહેવાય છે કે સિદ્ધેશ્વર મહાદેવનું શિવલીંગ બાણરૂપે પ્રગટ થયેલ જે મનુષ્ય બંિદુ સરોવરમાં સ્નાન કરી સિદ્ધેશ્વર મહાદેવનું પૂજન કરશે તે સર્વપાપોમાંથી મુક્ત થાય છે. તેમજ સર્વ મનોકામના પૂરી થાય છે. માતૃશ્રાઘ્ધ કરવા આવતા યાત્રાળુઓ આ મહાદેવના દર્શને આવતાં હોય છે.

(૫) વટેશ્વર મહાદેવ- સિઘ્ધપુરથી થોડેક દૂર દેવળી ગામ પાસે આવેલ સરસવતી નદીના કાંઠે ઉપર આવેલ વટેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલીંગ છે :

આ મંદિર અત્યંત પ્રાચીન છે. જૂના સમયમાં આ શિવાલય નજીક જગન્નાથ કલ્યાણાર્થે પોતાનો દેહપણ કરનાર મહાન પૂરાણ પ્રસિદ્ધ ઘ્ધીચિ ૠષિનો આશ્રમ આવેલો હતો. ભગવાન મહર્ષિ વ્યાસે અહીં તપ કર્યું હતું તેથી તે વ્યાસ પીઠ તરીકે પણ ઓળખાય છે. મંદિરની સામે જ વિશાળ જળકુંડ આવેલ છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ગુપ્તવાસ દરમ્યાન આ સ્થળે મુકામ કર્યો હતો જેની સાક્ષીરૂપે પાંડવોની ગુફા પણ મોજૂદ છે. સમગ્ર ગુજરાતમાં કોઈ એક શહેરમાં પાંચ સ્વયંભૂ શિવાલયોના દર્શન કરવા હોય તો સિઘ્ધપુરની યાત્રા જરૂરથી કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય.

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
8:55 am, Dec 6, 2024
temperature icon 19°C
overcast clouds
Humidity 38 %
Pressure 1015 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 89%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:09 am
Sunset Sunset: 5:53 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0