મહેસાણા પોલીસ અધિક્ષકે સાંથલ પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારીના કારણે સસ્પેન્ડ કર્યા છે. જેમાં 1 પી.એસ.આઈ, 2 એ.એસ.આઈ. 1 હેડ કોન્સ્ટેબલ, તથા 1 પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
થોડા સમયા પહેલા સાંથલ પોલીસ સ્ટેશનની હદમાંથી મહેસાણા એલ.સી.બી.એ રેડ કરી લાખોના મુદ્દા માલ સાથે વિદેશી દારૂનુ 1 કન્ટેનર પકડ્યુ હતુ. એલ.સી.બી. દ્વારા કરાયેલ આ કામગીરીમાં સાંથલ પોલીસ સ્ટેશના કર્મચારીઓની બેદરકારી સામે આવતા મહેસાણા પોલીસના અધિક્ષકે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાંથલ પોલીસ સ્ટેશનના PSI વાય.એચ.રાજપુત, ASI,ભરતભાઈ અને ભરતસિંહ,હેન્ડ કોન્સ,ગીરીવરસિંહ,
પોલીસ કોન્સ,જીલુભા ને સસ્પેન્ડ કરાયા હતા. સાંથલ પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ પ્રવેશી રહ્યો હતો જેની વિરૂધ્ધ સાંથલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના થતા, ફરજમાં બેદરકારી દાખવ્યા બદલ મહેસાણા પોલીસના અધિક્ષખ પાર્થરાજસીંહ ગોહીલે કડક કાર્યવાહીના ભાગ રૂપે 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા.