પાલનપુરના ગાદલવાડા ગામે બનાસ ડેરીનું દાણ ખાધા બાદ ગાયોને ફૂડ પોઇઝનિંગની અસર ?

પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે બનાસ ડેરીનું દાણ ખાધા બાદ ગાયોની તબિયત લથડી ગઈ હતી અને ફૂડ પોઈઝનીગની અસર થતાં બે ગાયોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ ગાયોને સારવાર હેઠળ રાખવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી ગણાતી બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીમાં વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન કરતા પશુપાલકોના પશુઓ માટે દાણ પુરૂ પાડતી બનાસ ડેરીના દાણને લીધે ફૂડ પોઇઝનીગની અસર થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે રહેતા ખેડૂત કાંતિભાઇ કુગસિયા અને બાબુભાઇ ગૌસ્વામીએ તેમની ગાયોને બનાસડેરીના દાણ ખાવા માટે મુકેલ હતા. દરમિયાન એકાએક કોઈ કારણોસર ગાયોને ફૂડ પોઇઝનિંગ થતાં દાણ ખાધા બાદ ગાયોને ફૂડ પોઇઝનીગની અસર થઈ હોવાના આક્ષેપો સાથે ઉપરોક્ત ખેડૂતોએ બનાસ ડેરીમાં ગાયોના વળતર બાબતે રજૂઆત કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉપરોક્ત ખેડૂતોની બે ગાયોના ફૂડ પોઈઝનીગની ની અસર બાદ મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ ગાયોની તબિયત લથડી હોય સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

તસ્વીર અહેવાલ જયંતી મેતીયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: