કુંભલમેર ગામની સીમમાથી 90 હજારના મુદામાલ સાથે જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા !

શેર કરવા અહીં ક્લિક કરો.
પાલનપુરના કુંભલમેર ખાતે જુગાર રમતા પાંચ શખ્સોને રૂ. 93030 ના મુદ્દામાલ સાથે ગઢ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.જે.વાળા તથા સ્ટાફના માણસોએ બાતમી આધારે કુંભલમેર ગામની સીમમાંથી રોકડ રકમ રૂ. 11,030/- તથા મોબાઈલ નંગ-05 કિ.રૂ.22,000/- તથા મોટરસાયકલ નંગ-02 જે કિરૂ.60,000/- મળી કુલ રૂ.93,030/- ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – વિસનગરના મેટ્રોમોલ કોમ્પ્લેક્ષમાં ચાલતા જુગારધામ પર LCBની રેઈડ, 6 આરોપી 80 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા !

તમામ આરોપીઓ પૈકી (1) રાજેશભાઇ શાંતીભાઇ ઠાકોર રહે. કુંભલમેર તા.પાલનપુર તથા (2) દિનેશજી ઉર્ફે ટીનો પુનાજી ઠાકોર રહે.ગાંજીસર તા.સાંતલપુર જી.પાટણ હાલરહે.પ્રવિણભાઇ કાનજીભાઇ મણોદરા(પટેલ) રહે.કુંભલમેર તા.પાલનપુરવાળાના ખેતરમાં  તથા (3) મણીભાઇ ગંગારામ પ્રજાપતી રહે. કુંભાસણ  તા.પાલનપુર તથા (4) રણજીતભાઇ લેબાજી ઠાકોર રહે.ઉબરી તા.શીહોરી હાલ રહે. મુળાભાઇ વિરાભાઇ સાળવી રહે. કુંભાસણ તા.પાલનપુર વાળાના ખેતરમાં તથા (5) કમલેશજી સેનજીજી ઠાકોર રહે. કુંભાસણ તા.પાલનપુર વાળાઓ પકડાઈ ગયા હતા. જ્યારે (6) માનસુંગભાઇ પ્રતાપજી ઠાકોર રહે. અસાણા તા.ભાભર વાળો હાલ રહે. રાજુભાઇ રામસુંગભાઇ ડાકા(પટેલ) રહે. કુંભલમેર તા.પાલનપુરવાળા ભાગી જતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.