ગરવીતાકાત,નવસારી: નવસારીના ભાટ ગામના માછીમારો દરિયામાં હોડી ડૂબતા લાપતા બન્યા હતા. હોડીમાં સવાર 5માંથી 3 માછીમારો તરીને કિનારા સુધી આવી ગયા હતા જ્યારે અન્ય 2 લાપતા બન્યા હતા. આ મામલે આજે સવારે કોસ્ટ ગાર્ડની ટીમ ભાટ ખાતે પહોંચી હતી. કોસ્ટગાર્ડ દ્વારા લાપતા માછીમારોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.બનાવની વિગત એવી છે કે ભાટ ગામના મેંદરભાટ ગામે હોડી પલટી હતી.

6 માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા હતા. કાંઠા નજીક જ બોટ પલટતા ચાર માછીમારો દરિયામાંથી તરીને બહાર આવ્યા હતા જોકે, અંધારામાં બે માછીમારો લાપતા બન્યા હતા.

વહેલી સવારે કોસ્ટગાર્ડની ટીમ આવી હતી અને તેમણે સર્ચ ઓપરેશન કર્યુ હતું.કોસ્ટગાર્ડે અને બીલીમોરાના ફાયર ફાયટરની ટીમ દ્વારા સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે ભાટ ગામના 6 માછીમારો દરિયામાં ગયા હતા. ભરતી અને મોટા મોજાના કારણે તેમની હોડી પલટતા માછીમારો ડૂબ્યા હતા.

ગામના સરપંચ ઠાકોર ભાઈ ટંડેલે જણાવ્યું હતું કે અમે તમામ ફિશિંગ બોટને મેસેજ આપ્યા હતા કે જો કોઈ લાપતા માછીમારો જોવા મળે તો જાણ કરે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે તેમ છતાં માછીમારો જીવના જોખમે રોજગારી માટે દરિયામાં જતા હોય છે અને આ પ્રકારે ક્યારેક અકસ્માતનો ભોગ બને છે.

Contribute Your Support by Sharing this News: