પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ આજથી શરૂ થયો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની 50 હજારથી વધુ બેઠકો સામે 31 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા. આર જે કોમ્પ્યુટર સેન્ટર ખાતે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ)

માટેનું સહાયતા કેન્દ્ર કાર્યરત વિદ્યાર્થીઓએ તેમના લોગિન આઈડીથી પસંદ કરેલી 10 કોલેજોમાંથી 4 કોલેજોની ઓફર જોઈ શકશે પ્રથમ રાઉન્ડમાં મેરિટના આધારે પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ 31મે સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. જીકાસ સહાયતા કેન્દ્રના નોડલ ઓફિસર ડો. ધર્મેન્દ્ર ઠાકરના જણાવ્યા અનુસાર, જો વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં ફી નહીં ભરે તો તેમની પ્રવેશ તક જતી રહેશે.

બીજો રાઉન્ડ 2 જૂનથી શરૂ થશે કુલ પાંચ રાઉન્ડ યોજાશે પાંચમા રાઉન્ડ પછી રિશફલિંગમાં ખાલી સીટો પર પ્રવેશની તક મળશે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી, તેમના માટે 29મેથી ફરી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓ અને કોલેજોને વેબસાઈટ પર નિયમિત અપડેટ્સ ચેક કરવા સૂચના આપી.


