ગુજરાતમાં પ્રથમ : મહેસાણામાં JEE અને NEET ની પરીક્ષાઓની તૈયારી માટે ક્લાસ શરૂ કરાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ડોક્ટર અને આઈઆઈટીયન બનવાના સપના સાકાર કરવા માટે દેશના વિવિધ શહેરોમાં JEE અને NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે બહાર જવું પડતું હતું. પરંતુ હવે, મહેસાણામાં આકાશ એજ્યુકેશન સર્વિસના વર્ગખંડ શરૂ થતાં હવે વિદ્યાર્થીઓને બહાર પરીક્ષાની તૈયારી કરવા જવું નહીં પડે.

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આકાશ એજ્યુકેશન સર્વિસના વર્ગખંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મહેસાણાના 400 વિદ્યાર્થીઓ હવે JEE અને NEETની પરીક્ષાની તૈયારી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મહેસાણા ખાતે આ પ્રથમ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ બાબતે ક્લાસના પ્રાદેશિક નિયામક અમિત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, મહેસાણામાં પ્રથમ વર્ગ ખંડથી ડોક્ટર બનવા ઈચ્છતા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે મોટું વરદાન હશે. મહેસાણામાં પ્રથમ સેન્ટર ખોલવામાં અને ગુજરાતીમાં પદ ચિન્હને વિસ્તૃત કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈયે કે, NEET મામલે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રાજ્યોના વિધાર્થીઓ એમબીબીએસ અને બીડીએસમાં એડમીશન લેવા માટે NEET ની પરીક્ષાના દબાણને સહન નથી કરી શકતા, જેથી કેટલાક વિધાર્થીઓએ આત્મહત્યા પણ કરી લીધી છે. તમીલનાડુની અનીથા નામની વિધાર્થીનીને સ્ટેટ બોર્ડની એક્ઝામમાં 1200 માથી 1176 માર્ક્સ આવ્યા હતા પરંતુ NEET માં માત્ર 86 નંબર આવતા તેને કોર્ટનો સહારો લીધો હતો બાદમાં કંટાળીને તેને આત્મહત્યા કરી લીધી હતી.  વિધાર્થીઓના મોતથી  વિવિધ રાજ્યોમાં NEET ની પરીક્ષા પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. આ મામલે તમીલનાડુની સરકારે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.