ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

કુવૈતના મંગાફ શહેરમાં અગ્નિકાંડ, 50 ભારતીયોનાં મોત

June 12, 2024

લાગેલી આગ બિલ્ડિંગમાં ફેલાઈ; અનેક લોકો ગેરકાયદેસર રહેતા હતા, બિલ્ડિંગના માલિક કેરળના બિઝનેસમેન

કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. 51 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 50 જેટલા ભારતીયો છે. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 30 ભારતીયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ 6 વાગે થઈ હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેજર જનરલ ઈદ રશીદ હમાદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે.

કુવૈતમાં ભારતીય રાજદૂત ઘટના સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે

કુવૈતની ઘટના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, “કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ત્યાં લગભગ 40 લોકોનાં મોત થયા છે. અમે વિગતો બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય રાજદૂત ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જેમણે પરિવારોને ગુમાવ્યા, તેમના પ્રત્યે મારી સંવેદના છે.”

ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું- આજે ભારતીય લોકો સાથે બનેલી દુ:ખદ દુર્ઘટનાના સંદર્ભમાં એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર છે: +965-65505246. સંબંધિત અપડેટ્સ માટે આ હેલ્પલાઈન નંબર સાથે જોડાઓ. એમ્બેસી તમને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. કુવૈતના એક વરિષ્ઠ પોલીસ કમાન્ડરે જણાવ્યું કે એક જ રૂમમાં કેટલાય લોકો રહે છે. આ મજૂરો પૈસા બચાવવા માટે આવું કરે છે. આને લઈને સમય-સમય પર ચેતાવણી પણ આપવામાં આવે છે કે જાણકારી વગર બિલ્ડિંગમાં કોઈ ન રહે.

કુવૈત સરકારે બિલ્ડિંગ માલિકની ધરપકડનો આદેશ આપ્યો
કુવૈતના ગૃહ મંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આવી ઘટનાઓ રિયલ એસ્ટેટ માલિકોના લોભને કારણે બને છે. કુવૈત ટાઇમ્સના અહેવાલ મુજબ, વધુ ભાડાના લોભમાં બિલ્ડિંગ માલિકો એક જ રૂમમાં ઘણા લોકોને રાખે છે. કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ જે ઈમારતમાં આગ લાગી હતી ત્યાં 160થી વધુ લોકો રહેતા હતા. ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેના કારણે તેઓ કયા દેશના નાગરિક છે તે જાણી શકાયું નથી.

કુવૈતના ભારતીય દૂતાવાસ અનુસાર કુવૈતની વસતિના 21% (10 લાખ) લોકો ભારતીય છે જ્યારે 30% કર્મચારીઓ (આશરે 9 લાખ) ભારતીયો છે. કુવૈત, આશરે 42 લાખની વસતિ ધરાવતો દેશ છે. જે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો જાણીતો તેલ ભંડાર ધરાવે છે. રાષ્ટ્રમાં અગાઉ ભૂતકાળમાં સમાન ઘટનાઓનો બનેલી છે, જેમાં 2022માં ઓઇલ રિફાઇનરીમાં લાગેલી આગનો સમાવેશ થાય છે જેમાં ઘણી જાનહાનિ થઈ હતી.

બિલ્ડિંગના માલિક કેરળના
મલયાલી મીડિયા ઓનમાનોરમાના અહેવાલ મુજબ, બિલ્ડિંગમાં રહેતા ભારતીયો કેરળ અને તમિલનાડુના હતા. આ ઈમારત NBTC ગ્રુપની છે, જે કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની છે. આ ઇમારત મલયાલી બિઝનેસમેન કેજી અબ્રાહમની માલિકીની છે. કેજી અબ્રાહમ કેરળના તિરુવલ્લાના એક બિઝનેસમેન છે. કેજી અબ્રાહમ, જે કેજીએ તરીકે પણ ઓળખાય છે, તે કેજીએ ગ્રુપના સ્થાપક અને ચેરમેન છે. કંપની 1977થી કુવૈતમાં કી ઓઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:38 am, Oct 27, 2024
temperature icon 27°C
scattered clouds
Humidity 39 %
Pressure 1010 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 27%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0