સુરતની કડોદરા GIDC માં આગ, 2ના મોત 15 ગંભીર રીતે ઘાયલ !

October 18, 2021

સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે.  આગમાં 2 લોકોના મોત નિપજયા છે જયારે 15 લોકોને ઇજા પહોંચી હોવાની વિગત સામે આવી છે. ઇજા પામેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  માહિતી અનુસાર વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગી હતી આ આગને કાબુમાં લેવા માટે 10 થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. વિવા પેકેજિંગ મિલમાં પાંચ માળની બિલ્ડિંગ આવેલી છે. આગથી બચવા માટે કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે બિલ્ડિંગ કુદતા જાેવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે.  આગમાં 15  લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે.

સુરતની વિવા પેકેજિંગ મિલમાં લાગેલી ભીષણ આગ બાદ કામ કરતા લોકોને ક્રેઇન વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં તો અનેક લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકો માર્યાનું પણ સામે આવી રહ્યું છે. અહીં બે લોકોના મોત થયા છે. આગની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તુલાકાના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં આગ લાગ્યા બાદ 35 થી વધુ ફાયરની ટીમ આગને કાબુ મેળવવાના કામમાં લાગી હતી. આગ લાગ્યા બાદ 127 થી લધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બુલડોઝરની મદદથી દીવાલ તોડવામાં આવી હતી. આગમાં ઈજાગ્રસ્ત થઈ રહેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા. આગમાં અનેક લોકો દાઝી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0