બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલી બહુચર હોસ્પિટલ પાસે કેમિકલ ભરેલ ટેન્કર પર દેખાતા આગ ભભૂકી ઉઠી હતી. જ્યાં નજીકમાં આવેલી ગેરેજમાં પડેલી બે કાર પણ આગમાં બળીને ભડથું થઇ ગઇ હતી. બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલી બહુચર હોસ્પિટલ પાસે બનેલી ઉપરોક્ત ઘટનાની વિગત એવી છે કે ઉપરોક્ત માર્ગ પરથી પસાર થઇ રહેલા એક કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઇ જતાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આગ લાગતાં સાઇડની બાજુમાં આવેલી એક ગેરેજમાં પડેલી બે કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં થરા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને આગને ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ પોલીસને જાણ થતાં થરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે રાધનપુરથી પાલનપુર તરફ જઈ રહેલ આ ટેન્કર અગમ્ય કારણોસર પલટી ખાઇ જતાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી આગ અોલાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

તસ્વીર અહેવાલ  જયંતિ મેતિયા

Contribute Your Support by Sharing this News: