ટ્રકનું ટાયર ફાટતાં વીજલાઇન પર પડતાં 10થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયોટ્રકમાં આગ લાગતાં ફોરલેન રોડ બંધ થતાં 2કિમી સુધી ટ્રાફિકજામ મોડાસા શામળાજી હાઇવે પરના મોટીઇસરોલ મરડીયા વચ્ચે પંખા ભરેલ ટ્રકમાં આગ લાગતાં ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં ટ્રકનું ટાયર ફાટતાં રોડની સાઇડ નજીક જ્યોતિ વીજલાઇન પર પડતાં વાયર તૂટી જતાં 10થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. મોટીઇસરોલ મરડીયા વચ્ચે પેટ્રોલપંપ નજીક શામળાજી તરફથી મોડાસા જતી પંખા ભરેલ ટ્રકમાં રાત્રે ટ્રકમાં એકાએક આગ લાગી હતી. જેમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ટાયર ફાટતા રોડની સાઇડ નજીક પસાર થતી જ્યોતિ વીજલાઇન પર પડતા વીજ વાયર તુટી જતાં દસથી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આગથી ફોરલેન રોડ બંધ થતા બે કિમી સુધી ચક્કાજામ થયો હતો.

Contribute Your Support by Sharing this News: