- બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના 701 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ
- હડતાલની ચીમકીને પગલે આયુષ ડોક્ટર, ઓપરેટર અને ફાર્માસિસ્ટ સહિત કર્મચારી સામે કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 701 આરોગ્ય કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. આયુષ ડોક્ટર, ઓપરેટર, ફાર્માસીસ્ટ સહિત કર્મચારીઓ સામે પડતર માંગણીઓને લઈ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના 701 કર્મચારીઓ સામે ફરીયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ કર્મચારીઓએ 16 થી 18 મે સુધી પડતર માંગણીઓને લઈ હડતાલની ચિમકી ઉચ્ચારી હતી. કાયમી કરવાની અને પગાર વધારાની માગણીને લઈ આ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. જિલ્લામાં તાલુકા મથકના તાલુકા હેલ્થ ઓફિસરોએ પોલીસમાં અરજી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એપેડેમિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.