ગરવી તાકાત,નવીદિલ્હી
કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં લોકડાઉન લગાવાયુ છે તેને અર્થવ્યવસ્થામાં ઘટાડાનું એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.
ફિચ રેટિંગ્સે મંગળવારે કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષની ત્રીજી એટલે કે ઓકટોબર ડિસેમ્બરની ત્રીમાસીમાં GDP માં સુધારો જાેવા મળશે જાે કે આ વાતના સ્પષ્ટ સંકેત છે કે અર્થવ્યવસ્થામાં સુધારની ગતિ સુસ્ત અને અસમાન રહેશે.
ફિચે જણાવ્યુ કે અમે ચાલુ નાણાંકીય વર્ષ માટે GDP ના પોતાના અનુમાનને સંશોધિત કરી – 10.5 ટકા કરી દીધી છે. જુનમાં જારી વૈશ્વિક આર્થિક પરિદ્શ્યની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થામાં ઘટાડાના અનુમાનને પાંચ ટકા વધારવામાં આવ્યું છે.
કોવિડ 19 મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાંકીય વર્ષમાં 10.5 ટકાનો ઘટાડો આવી શકે છે આ અનુમાન રેટિંગ્સ એજન્સી ફિચે લગાવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષની પહેલી ત્રિમાસીક એપ્રિલ જુનમાં ભારતના સકલ ઘરેલુ ઉત્પાદન GDP માં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે આ દુનિયાના મુખ્ય અર્થવ્યવસ્થામાં ઘટાડાના સૌથી ઉંચા આંકડામાનો એક છે.
આ પહેલા કેયર રેટિંગ્સે અનુમાન વ્યકત કર્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર 6.4 ટકા ધટી શકે છે તે સમયે મુડીઝ અને ફિચે પાંચ ટકા સુધી ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું દેશની બીજી સૌથી મોટી એજન્સી કેયર રેટિંગ્સે મેમાં કહ્યુ હતું કે 2020-21 માં જીડીપી 1.5- 1.6 ટકા ઓછી થઇ જશે