ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ફરી એકવાર નિર્મલા સીતારમણને નાણામંત્રીની જવાબદારી, નાણા મંત્રાલયે ગુજરાતને રૂ.460.56 કરોડ ફાળવ્યા

June 12, 2024

કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર બની છે, તમામને ખાતા ફાળવી દેવામાં આવ્યા છે

કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ડિવોલ્યુશન હેઠળ જારી ફંડમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ 25069.88 કરોડ ફાળવવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા. 11 – કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર બની છે, તમામને ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. નાણા મંત્રાલયની જવાબદારી એકવાર ફરી નિર્મલા સીતારમણને આપવામાં આવી છે. વિભોગની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લેતાં રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો છે. જે અંતર્ગત સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતને રૂ. 4860.56 કરોડ ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ડિવોલ્યુશન હેઠળ જારી ફંડમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ 25069.88 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બિહારને રૂ. 14056.12 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ ફંડ મેળવવામાં ત્રીજા નંબરે મધ્યપ્રદેશ છે. જેને રૂ. 10970.44 કરોડ ફાળવાયા છે.

Nirmala Sitharaman: The finance minister made a similar statement regarding  the Modi government's budget | Sandesh

વચગાળાના બજેટ 2024-25માં રાજ્યોના ટેક્સ ડિવોલ્યુશન માટે કુલ રૂ. 1219783 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, જૂન, 2024 માટે ડિવોલ્યુશનની રકમ નિયમિત જારી કરવા ઉપરાંત વધારાનો એક હપ્તો પણ જારી કરવામાં આવશે. રાજ્યો વિકાસ અને મૂડીગત ખર્ચ સંદર્ભે આ રકમનો ખર્ચ કરશે. વધારાનો હપ્તો ફાળવવાની સાથે 10 જૂને રાજ્યોની કુલ ડિવોલ્યુશન રૂ. 279500 કરોડ (2024-25) છે.

નાણા મંત્રાલયે ટેક્સ ડિવોલ્યુશન અંતર્ગત પશ્ચિમ બંગાળને રૂ. 10513.46 કરોડ, મહારાષ્ટ્રને રૂ. 8828.08 કરોડ, રાજસ્થાનને રૂ. 8421.38 કરોડ, ઓડિશાને રૂ. 6327.92 કરોડ,  અને ગુજરાતને 4860.56 કરોડ ફાળવ્યા છે. ઝારખંડને રૂ. 4621.58 કરોડ, કર્ણાટકને રૂ. 5096.72 કરોડ, પંજાબને રૂ. 2525.32 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. 1159.92 કરોડ, કેરળને રૂ. 2690.20 કરોડ, મણિપુરને રૂ. 1000.60 કરોડ અને મેઘાલયને રૂ. 1071.90 કરોડ ફાળવ્યા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:42 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0